23 વર્ષની આ મોડલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની સેલ્ફી શેર કરતી રહે છે. આશ્ચર્યની વાત એ છે કે, પ્રેગ્નેન્સીના 37માં સપ્તાહે પણ મોડલના શરીરમાં કોઈપણ પ્રકારનું પરિવર્તન આવ્યું ન હતું. મેડિકલ જગત માટે ય આ બનાવ અભ્યાસનો વિષય બન્યો છે.
મોડેલ એરિન લેંગમેડ ઈન્સ્ટાગ્રામમાં નિયમિત વિવિધ અદામાં ફોટોગ્રાફ્સ શેર કરતી હોય છે. તેને એવો બિલકુલ અંદાજ ન હતો કે તે પ્રેગનન્ટ છે. એરિને છેક છેલ્લી ઘડીએ સહેજ દુખાવો અનુભવ્યો અને બાથરૂમમાં જ ફર્શ ઉપર બાળકને જન્મ આપ્યો! બાળકને જન્મ આપ્યો પછી તેને ખબર પડી કે તે પ્રેગનન્ટ હતી.નવ મહિના દરમિયાન પીરિયડ બંધ થવા કે શરીરના બંધારણમાં ફેરફાર થવો કે બેબી બમ્પ સુદ્ધા દેખાયા વગર જ આ 23 વર્ષની મોડેલે બાળકને જન્મ આપ્યો હતો.
એ ઘટનાથી મેડિકલ જગતમાં પણ આશ્વર્ય ફેલાયું હતું. ઓસ્ટ્રેલિયાના ડોક્ટરોએ આવા રેર કેસથી આશ્વર્ય અનુભવતા કહ્યું હતું કે મેડિકલ ભાષામાં આવી ડિલિવરીને સરપ્રાઈઝ બર્થ કે ડિનાઈડ પ્રેગનેન્સીઝ અથવા તો ક્રિપ્ટિક પ્રેગનન્સી કહેવામાં આવે છે. આવું ક્યા કારણોથી થાય છે તેનો જવાબ હજુ સુધી મેડિકલ સાયન્સને મળ્યો નથી.
એરિનાએ કહ્યું કે, તેના શરીરમાં સહેજેય ફેરફાર જોવા મળ્યો ન હતો. ત્યાં સુધી કે તેના બધા જ કપડાં તેને એકદમ બરાબર થતાં હતા. એક પણ કપડું ફિટ થયું ન હતું. કોઈ નબળાઈ પણ અનુભવાઈ ન હતી.
અભ્યાસ કહે છે એમ લાખો મહિનાઓમાંથી એકાદ વખત જ એવું બને છે કે લેબરપેઈન ન થાય ત્યાં સુધી મહિલાને પ્રેગનન્સીની જાણ થતી નથી. મોડેલે તેના પાર્ટનર અને પુત્રી સાથેની સેલ્ફી શેર કરીને ઈન્સ્ટાગ્રામ ઉપર લખ્યું હતું કે આ તેના જીવનનું સૌથી યાદગાર સપ્તાહ છે.