નવી દિલ્હીઃ એક સાવકા પિતાએ 15 વર્ષની દીકરી સાથે કાર પાર્કિંગમાં જાતીય સંબંધ બાંધ્યા. સિંગાપુરના રહેવાસી 41 વર્ષના પિતાએ  કોર્ટમાં પોાતનો ગુનો સ્વીકારો લીધો છે. યુવતીએ પિતાને સ્કૂલથી લઈ જવા માટે કહ્યું હતું જેથી તે ઘરે જઈને આરામ કરી શકે અને બીજી એક્ટિવિટીમાં ભાગ લેવા માટે ફરી સ્કૂલ આવી શકે.

આ ઘટના 25 જાન્યુઆરીની છે. સ્કૂલેથી દિકરીને ઘરે લઇ જવાના બદલે ઓરમાન પિતા તેને લઇને એક બહુમાળી ઇમારતના કાર પાર્કિંગમાં પહોચી ગયો. આ દરમિયાન તેણે દિકરી સાથે શારીરિક સંબંધ બાંધ્યા. ત્યારે જ પોલીસે બન્નેને ઝડપી પાડ્યા હતા.

શરૂઆતની પૂછપરછ દરમિયાન આરોપી પિતાએ સંબંધ બનાવ્યો હોવાની વાતથી ઇનકાર કરી દીધો. જો કે પછીથી પૂછપરછ બાદ બંનેએ સંબંધ બાંધ્યા હોવાની વાત સ્વીકારી લીધી. કોર્ટમાં 11 નવેમ્બરના રોજ પિતાએ સગીરા સાથે સેક્સ માણ્યુ હોવાનો ગુનો સ્વીકારી લીધો.

કોર્ટમાં વકીલે આરોપી પિતાને 3 વર્ષની સજા ફટકારવાની માગ કરી છે. જો કે સ્થાનિક કાયદામાં સગીર સાથે સંબંધ બાંધવા પર 10 વર્ષ સુધીની સજાની જોગવાઇ છે. જણાવી દઇએ કે સગીરાની માએ આરોપી વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતાં અને બંને એક વર્ષથી વધુ સમય સુધી સાથે રહ્યાં હતા.