કંપનીએ કહ્યું, અમારા વૈજ્ઞાનિકોને પહેલાથી જ આ વાતની શંકા હતી કે કોરોના સ્ટ્રેન બદલશે. જેને ધ્યાનમાં રાખીને જ રસી બનાવવામાં આવી છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે વેક્સિન બ્રિટનમાં મળેલા કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક સાબિત થશે. વેક્સિનની અસરની પુષ્ટિ માટે આગામી સપ્તાહમાં ટેસ્ટિંગની યોજના બનાવવામાં આવી રહી છે.
મોડર્ના કંપનીએ દાવો કર્યો છે કે વેક્સિન કોરોના વાયરસના સંક્રમણથી બચાવવા 94 ટકા સુધી અસરકારક છે. અમેરિકન રેગ્યુલેટર્સે મોડર્નાની કોવિડ-19 વેક્સિનને મંજૂરી આપી છે. 2021ના પ્રથમ ત્રણ સપ્તાહમાં આ વેક્સિનના 8 થી 10 કરોડ ડોઝ અમેરિકામાં ઉપલબ્ધ થશે. અમેરિકન સરકારે કંપનીને 20 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે. શિયાળાના કારણે દેશમાં મામલા સતત વધી રહ્યા છે અને મોતની સંખ્યા વધી રહી છે.
વિશ્વભરમાં કોરોના વધતા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. વિશ્વમાં કોરોના કુલ કેસની સંખ્યા 7 કરોડ 90 લાખ પહોંચી છે. જેમાંથી 17 લાખ 36 હજાર લોકોના મોત થયા છે. જોકે પાંચ કરોડ 56 લાખ લોકો ઠીક પણ થઇ ગયા છે.
Fact Check: બ્રિટનથી ભારત આવેલા 15 મુસાફરોમાં મળ્યો નવો કોરોના સ્ટ્રેન ? સરકારે શું કહ્યું
UKમાં કોરોનાના વધુ એક નવા સ્ટ્રેનથી હાહાકાર, આ દેશથી આવતી ઉડાનો પર લગાવ્યો પ્રતિબંધ
રાશિફળ 24 ડિસેમ્બરઃ જાણો આજે કઈ રાશિના લોકોએ રહેવું પડશે સાવધાન, શું કહે છે તમારું રાશિફળ