આ વાત પર તમને વિશ્વાસ નહીં થાય પણ આ એકદમ સાચી વાત છે. ઓસ્ટ્રેલિયા ડોમિનોઝો પોતાની ફાસ્ટ ફૂડ ચેઇનની 60મી વર્ષગાંઠ પર 9 ડિસેમ્બરે એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું.
કંપનીએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સ્પર્ધાની જાહેરાત કરી હતી. આ સ્પર્ધામાં શરત અનુસાર 9 ડિેસમ્બરના રોજ જન્મેલ જે બાળકનું નામ ડોમિનિક અથવા ડોમિનીક્યૂ રાખવામાં આવશે તેને 60 વર્ષ સુધી ફ્રી પિઝા આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયામાં રહેતા ક્લીમેટાઇન ઓલ્ડફીલ્ડ અને એંથની લોટે પણ પોતાનું બાળનું નામ ડોમિનિક રાખ્યું. આ બાળકનો જન્મ 9 ડિસેમ્બરે થયો હતો.
જે વાત સૌથી વધારે આશ્ચર્ય કરે તે છે કે ક્લીમેટાઇન ઓલ્ડફીલ્ડ અને એંથની લોટને ડોમિનોઝની આ સ્પર્ધા વિશે કોઈ જાણકારી ન હતી. તેમણે પહેલા જ પોતાના બાળકનું નામ વિચારીને રાખ્યું હતું. જ્યારે સંબંધીઓને બાળકના નામની જાણકારી થઈ તો તેમણે માતા પિતાને આ સ્પર્ધા વિશે જણાવ્યું. 9 ડિસેમ્બરે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં તેઓ એકમાત્ર માતા પિતા હતા જેમણે પોતાના બાળકનું નામ ડોમિનોઝન કંપનીના સૂચવેલા નામ અનુસાર રાખ્યું હતું.
સિડનીના રોયલ પ્રિન્સ એલફ્રેડ હોસ્પિટલમાં સવારે 1-45 કલાકે ડોમિનિકે આંખ ખોલી અને આ સ્પર્ધા જીતી લીધી.