ઇઝરાયલમાં રવિવારથી હેલ્થ વર્કર્સ અને નર્સિંગ હોમાં રહેતા મેડિકલ સ્ટાફને રસી આપવાની શરૂઆત કરાશે. નેતન્યાહૂએએ કહ્યું, હું ઉદાહરણ રજૂ કરવા માટે સૌથી પહેલા રસી લગાવવા માંગતો હતો અને આ માટે લોકોને પ્રેરિત કરવા ઇચ્છુ છું.
આજે નેતન્યાહૂ રસીને લઇ મીડિયાને સંબોધન પણ કરી શકે છે. રસી લેતા પહેલા શીબા મેડિકલ સેન્ટરમાં બેઠેલા નેતન્યાહૂએ જમણા હાથમાં વેક્સિન લગાવી હતી. રસી લીધા બાદ ખુશીની વાત કરતાં તેમણે કહ્યું ઇઝરાયલમાં ધીમે ધીમે સ્થિતિ થાળે પડી જશે.