કોરોના મહામારી સામે લડવા અમેરિકામાં કોરોના વેક્સીનનું રસીકરણ શરુ થઈ ગયું છે. ત્યારે તાજેતરમાં જ એક હોસ્પિટલની નર્સ મેનેજરે કોરોના વેક્સીન લગાવ્યાના થોડીક જ વારમાં પ્રેસ કોન્ફર્સ દરમિયાન   બેભાન થઈ ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ટિફેની ડોવર નામની આ નર્સ ફાઈઝર બાયોનટેકની કોવિડ-19 રસી લીધા બાદ થોડીકજ મીનિટોમાં સંતુલન ગુમાવી નીચે પડી જાય છે.

ટિફેની અમેરિકાના ટેનેસીમાં સ્થિતિ સીએચઆઈ મેમોરિયલ હોસ્પિટલમાં પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી. વેક્સીન લીધાના થોડીક વારમાં તેણે મીડિયાના સવાલોના જવાબ આપવાનું શરુ કર્યું. તે વીડિયોમાં કહી રહી છે કે વેક્સીન લગાવીને ખુબજ ઉત્સાહિત છું. થોડી ક જ વારમાં તેને ચક્કર આપવવા લાગે છે.


થોડા સમય પછી ટિફેની આ વિડિઓમાં અસ્વસ્થ દેખાવા લાગે છે અને કહે છે કે મને ચક્કર આવી રહ્યા છે. ટિફેની આ કહેતાની સાથે જ તેનું સંતુલન ગુમાવી બેસે છે.

જો કે ડોકટરો કહે છે કે તેનું બેભાન થવું કોરોના વેક્સિન સાથે સંકળાયેલ નથી. ડોકટરોના જણાવ્યા અનુસાર, જ્યારે ટિફેની ખૂબ પીડા અનુભવે છે ત્યારે તે બેભાન થઈ જાય છે.