નવી દિલ્લીઃ ચુંટાયેલા અને વૉન્ટેડ બલૂચ નેતા બ્રહમદાગ બુગતીને શરણ આપવની ખબરોનું ભારત સરકારે ખંડન કર્યું છે. પાકિસ્તાના મીડિયામાં રિપોર્ટ ચાલી રહ્યો હતો કે, બુગતીએ ઇંડિયન પાસપોર્ટ માટે અરજી કરી છે. ત્યાર બાદ બુગતીને શરણ આપવની વાતને હવા મળી હતી.
સરકારના એક વરિષ્ઠ સૂત્રએ કહ્યું છે કે, હાલમાં અમે આવું કઇ જ નથી કરવાના. બુગતી હાલમાં સ્વીટ્ઝરલેંડમાં રહી રહ્યો છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યં હતું કે તેણે ભારત સરકાર પાસે શરણ માટે કોઇ પણ પ્રકારની ઔપચારીક અરજી કરી નથી. જોકે બુગતીએ સંકેત આપ્યા હતા કે, તે ભારત આવવાની ઇચ્છા રાખી રહ્યા છે. બુગતીએ જણાવ્યું હતું કે, હાલમાં અંહી છું તેને પ્રવાસ દરમિયાન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જો મને ઇંડિયા જાવાની તક મળશે તો હું જરૂર જઇશ.