કુઆલાલંપુર: લગભગ બે વર્ષથી ગુમ મલેશિયાઈ પ્લેન એમએચ370ને આખરે શોધી કાઢ્યું છે. મલેશિયાએ ગુરુવારે એક સત્તાવાર રીતે જાહેર કરેલા નિવેદનમાં ગુમ પ્લેન એમએચ370ના અવશેષ મળવાનો દાવો કરવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તંજાનિયાના તટ પાસે પેંબા આઈલેંડ નજીક બે મહિના પહેલા મળેલા પ્લેનના અવશેષ એમએચ370નો હતો.

મલેશિયા એયરલાઈંસનું વિમાન એમએચ370 માર્ચ 2014માં કુઆલાલાંપુરથી બીઝિંગ જતી વખતે ગુમ થયું હતું. આ પ્લેનમાં 239 યાત્રીઓ સવાર હતા. મલેશિયાના પરિવહન મંત્રી લાઉ તિયૉંગ લાઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કાટમાળમાં એક આઉટબોર્ડનું એક ફ્લેપ મળ્યું છે. જેનાથી ઘટનાની માહિતી મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

તેના પહેલા તપાસકર્તાઓએ જુલાઈ 2015માં ફ્રેંચ આઈલેંડની પાસે મળેલા વિમાનના એક ટૂકડાને એમએચ370નો અવશેષ ગણાવ્યો હતો.