નવી દિલ્હીઃ ઇટાલીમાં કોરોના -કૉવિડ-19નો પ્રકોપ સતત વધી રહ્યો છે, મૃતકોની સંખ્યામાં દિવસે દિવસે મોટા પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે, જેમાં કોરોનાએ ઇટાલીમાં 100થી વધુ ડૉક્ટરોનો જીવ લઇ લીધો છે. આ સાથે દેશમાં મૃતકોની સંખ્યા વધીને 18 હજારને પાર પહોંચી ગઇ છે.
ઇટાલીના ફેડરેશન ઓફ ડૉક્ટર્સ ગિલ્ડ (એફએનઓએમસીઇઓ)એ ગુરુવારે માહિતી આપી કે, કોરોના- આ વૈશ્વિક મહામારીથી ઇટાલીની હાલત ખરાબ થઇ ગઇ છે. જાણીતા ડૉક્ટર સમર સિંઝાબના મોત સાથે ઇટાલીમાં ડૉક્ટરોના મોતનો આંકડો 100 થઇ ગયો છે. સિંઝાબ નામના ડૉક્ટરનુ 100મુ મૃત્યુ થયુ હતુ.
નોંધનીય છે કે, ઇટાલી કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે, અહીં અત્યાર સુધી 143,626 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે, અને 18,279 લોકો મોતને ભેટી ચૂક્યા છે.
CoronaVirus: ઇટાલીમાં કોરોનાએ 100 ડૉક્ટરોનો જીવ લીધો, મરનારાઓની સંખ્યા 18000ને પાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Apr 2020 09:59 AM (IST)
કોરોના- આ વૈશ્વિક મહામારીથી ઇટાલીની હાલત ખરાબ થઇ ગઇ છે. જાણીતા ડૉક્ટર સમર સિંઝાબના મોત સાથે ઇટાલીમાં ડૉક્ટરોના મોતનો આંકડો 100 થઇ ગયો છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -