અલ્તાફે શનિવારે એક ટ્વિટ કહ્યું હતું જેમાં તેમણે કાશ્મીરમાં સંયુક્ત રાષ્ટ્રના સુપરવાઇઝર મોકલવાના પાકિસ્તાનની માંગ પર કહ્યુ હતું કે, મહાસચિવ એન્ટોનિયો ગુતેરસે શહરી સિંધ, બલૂચિસ્તાન, ખૈબર પખ્તૂનખ્વાહ અને ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં પણ સુપરવાઇઝર મોકલવા જોઇએ જેથી દુનિયાને જાણ થાય કે પાકિસ્તાનમાં કેવી રીતે માનવાધિકારનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે અલ્તાફની પાર્ટી પર કાર્યવાહી બાદ તેમણે દેશ છોડી દીધો હતો અને 1992થી જ બ્રિટનમાં રહે છે. હુસેન ભલે વર્ષોથી લંડનમાં રહેતા હોય પરંતુ પોતાની પાર્ટીને તેઓ ત્યાંથી જ મેનેજ કરી રહ્યા છે. 2015માં પાકિસ્તાનની કોર્ટે તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. તેમના પર હિંસા ઉશ્કેરવી, હત્યા, દેશદ્રોહ અને હેટ સ્પીચનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે અલ્તાફની તસવીર, વીડિયો અને નિવેદન મીડિયામાં બતાવવા પર પુરી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે એવા કોઇ પુરાવા નથી મળ્યા જેનાથી સાબિત થાય કે તેમણે બ્રિટિશ કાયદાનું ઉલ્લંઘન કર્યું હોય.