38 વર્ષીય ઈવાન્કાના ઈન્સ્ટાગ્રામ પર 60 લાખ ફોલોઅર્સ છે. તેણે લેટેસ્ટ પોસ્ટમાં એક ભારત પ્રવાસની શાનદાર તસવીર શેર કરીને ભારતનો આભાર માન્યો છે.
ઈવાન્કાએ તાજમહેલની તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું કે, તાજમહેલની ભવ્યતા અને સુંદરતા જોઈને મંત્રમુગ્ધ છું. ઈવાન્કા ઈન્સ્ટાગ્રામ પર ઘણી સક્રિય રહે છે. તેણે સાબરમતી આશ્રમ અને દિલ્હીના હૈદરાબાદ હાઉસની યાત્રાની પણ તસવીરો શેર કરી છે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈવાન્કા અને તેના પતિને ટેગ કરીને લખ્યું હતું કે, ભારત તમારી મહેમાનગતિ કરીને ખુશ છે. ભારત પ્રત્યેનો તમારો પ્રેમ જાહેર છે. મહિલા સશક્તિકરણ અને તેમને આત્મનિર્ભર બનાવવાના તમારા પ્રયત્નો મારી શુભકામના. આશા છે કે તમે જલદી ભારત આવશો. જેના જવાબમાં ઈવાન્કાએ લખ્યું, પીએમ નરેન્દ્ર મોદી શાનદાર આગતાસ્વાગતા માટે આભાર. અમે તમારા ખૂબસુરત દેશનો પ્રવાસ કર્યો અને અમેરિકા-ભારતની એકતા તથા મજબૂત સંબંધને સેલિબ્રેટ કર્યા.
ભારત પ્રવાસ દરમિયાન ઈવાન્કાએ તેની ડ્રેસિંગ સેન્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. ફ્રોક સૂટથી લઈ આઈવોરી શેરવાનીમાં તે ખૂબસુરત લાગતી હતી. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)