ન્યૂયોર્કઃ તમે ન્યૂઝમાં ક્યારેય સાંભળ્યુ હશે તે પત્ની પોતાના પતિ પર શંકા કરતી હોય છે અને તેમના ખર્ચ પણ પર નજર રાખતી હોય છે પરંતુ તમે ક્યારેય સાંભળ્યું છે કે પત્ની અવકાશમાં બેઠા બેઠા પોતાના પૂર્વ પતિની જાસૂસી કરી અને ગેરકાયદેસર રીતે તેના આર્થિક દસ્તાવેજો પણ જોયા હતા. આ ઘટના અમેરિકાની સ્પેસ એજન્સી નાસામાં બની છે. નાસા પોતાની એક મહિલા વૈજ્ઞાનિક વિરુદ્ધ તપાસ કરી રહી છે.
નાસાના અવકાશ વૈજ્ઞાનિક એની મૈકક્લેન પર આરોપ છે કે છ મહિનાના અવકાશ મિશન પર ગયા બાદ તેમણે અવકાશમાંથી જ છૂપી રીતે પોતાના પૂર્વ પતિના અંગત આર્થિક રેકોર્ડ એક્સેસ કર્યા હતા. નાસામાં આ પ્રકારની આ પ્રથમ ઘટના છે જ્યારે કોઇ વૈજ્ઞાનિક પર આ પ્રકારનો આરોપ લાગ્યો છે. ધ ન્યૂયોર્ક ટાઇમ્સના મતે નાસાની અવકાશ યાત્રા એની મૈકક્લેન પર પોતાના પૂર્વ પતિના બેન્ક એકાઉન્ટને હેક કરવાનો આરોપ છે. તેના પર આરોપ છે કે તેણે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર છ મહિનાના મિશન દરમિયાન પોતાના પૂર્વ પતિના આર્થિક રેકોર્ડની ઓળખ કરી હતી અને ચોરીથી તેમાં પ્રવેશ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, મૈકક્લેનના પૂર્વ પતિ સમર વર્ડેને આ વર્ષની શરૂઆતમાં ફેડરલ ટ્રેડ કમિશન પાસે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે પોતાની પૂર્વ પત્ની પર મંજૂરી વિના તેના બેન્ક એકાઉન્ટ એક્સેસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે મૈકક્લેના વકીલે કહ્યું કે, મૈકક્લેને કાંઇ ખોટું નથી કર્યું અને આઇએસએસમાં રહેવા દરમિયાન સંયુક્ત બેન્ક એકાઉન્ટનો રેકોર્ડ એક્સેસ કર્યો હતો. નાસાએ આ મામલે તપાસ શરૂ કરી છે.