મનામાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બહેરીનના પ્રવાસ બાદ ફ્રાન્સમાં જી-7 સમિટમાં ભાગ લેવા માટે રવાના થઇ ગયા છે. આ અગાઉ બહેરીનના મનામામાં તેમણે શ્રીનાથજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. આ અગાઉ તેમણે ટ્વિટમાં કહ્યું હતું કે, ખાડી ક્ષેત્રમાં ભગવાન શ્રીનાથજી સહિતના જૂના મંદિરોના જીર્ણોદ્ધારના વિશેષ સમારોહમાં ભાગ લેવો મારા માટે સૌભાગ્યની વાત છે. નોંધનીય છે કે વડાપ્રધાન મોદી ફ્રાન્સ જવા રવાના થઇ ગયા છે. જ્યાં તેમની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્ધિપક્ષીય વાતચીત થઇ શકે છે.




થટ્ટાઇ હિંદુ સૌદાગર સમુદાયના અધ્યક્ષ બોબ ઠાકેરે કહ્યુ કે, નવનિર્મિત ઢાંચો 45 હજાર વર્ગ ફૂટમાં હશે અને તેનાથી 80 ટકા હિસ્સામાં વધુ શ્રદ્ધાળુઓ બેસી શકશે. મંદિરમાં એક જ્ઞાન કેન્દ્ર અને એક સંગ્રહાલય પણ બનશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મંદિરની સ્થાપના 18મી શતાબ્દીના બીજા દાયકામાં થટ્ટાઇ ભાટિયા હિંદુ સમુદાયના લોકોએ કરી હતી. આજે પણ આ સમુદાયના લોકો આ મંદિરની દેખરેખ રાખે છે. આ મંદિરમાં રાજસ્થાનના ઉદયપુર પાસે નાથદ્ધારામાં સ્થિત શ્રીનાથજી મંદિરની જેમ રીતરિવાજોનું અનુકરણ કરવામાં આવે છે. અહી પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ માનવામાં આવે છે. આ મંદિરના રંગરૂપ બિલકુલ રાજસ્થાનના મેવાડની હવેલીઓને જેમ લાગે છે. મંદિરમાં ત્યાંની કલાની ઝલક જોવા મળે છે.


આ અગાઉ મોદીએ બહેરીનના પ્રિન્સ ખલિફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. કોઇ પણ ભારતીય વડાપ્રધાનની બહેરીનનો આ પ્રથમ પ્રવાસ છે. વડાપ્રધાન મોદી બહેરીનના શાહ હમદ બિન ઇસા અલ ખલીફા સાથે વિવિધ દ્ધિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દા પર વ્યાપક ચર્ચા કરી હતી. મોદીએ બહેરીનના વડાપ્રધાન પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા સાથે મુલાકાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર પોતાની બહેરિનની વિદેશ યાત્રા દરમિયાન અનેક ક્ષેત્રોમાં એમઓયૂ પર હસ્તાક્ષર કર્યા છે. પીએ મોદીએ બહેરિનમાં રૂપે કાર્ડ પણ લોન્ચ કર્યું હતું.  બંન્ને દેશો વચ્ચે કેટલાક એમઓયૂ થયા. જેમાં અંતરિક્ષ, સંસ્કૃતિ, આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન અને રૂપે કાર્ડ સંબંધિત હતા.