NASA Picture of India: નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે સ્પેસથી ભારતની દુર્લભ તસવીર શેર કરી છે. આ ફોટોમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે જ્યારે વીજળી ચમકે છે ત્યારે ભારતનું દૃશ્ય સ્પેસથી કેવું દેખાય છે. અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે 17 ઓગસ્ટે એક્સ પર ભારતની દુર્લભ તસવીર શેર કરી છે. આ તસવીરને સોશિયલ મીડિયા પર 10 લાખથી વધુ વખત જોવામાં આવી છે. આ તસવીરમાં એક અનોખી વીજળીની ચમક બતાવવામાં આવી છે, જેની નીચે ભારતની ધરતી દેખાઈ રહી છે. ફોટોમાં જે કેટલાક ડોટ્સ દેખાય છે તે ભારતના અલગ અલગ શહેરો છે.
અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે એક્સ હેન્ડલ પર તસવીર શેર કરતાં લખ્યું, 'ભારતમાં રાત્રે વીજળી ચમકી રહી હતી, મેં પ્રકાશને એક તસવીરમાં કેદ કરવાનો પ્રયાસ કરતી વખતે બર્સ્ટ મોડનો ઉપયોગ કર્યો. હું આશા રાખતો હતો કે લાઇટ ફ્રેમમાં અથડાય. મને ખૂબ ખુશી થઈ જ્યારે વીજળીનો ઝબકારો ફ્રેમની મધ્યમાં આવ્યો. આ ફોટોને ક્રોપ કરવાની જરૂર નથી.' આ તસવીરના નીચેના મધ્ય ભાગમાં પાણીમાં ઊભેલી નાવોમાંથી નીકળતા પ્રકાશને જોઈ શકો છો જે પાતળી રેખાઓની જેમ દેખાય છે. મેથ્યુ ડોમિનિકની આ તસવીર ખૂબ જ દુર્લભ માનવામાં આવી રહી છે, જે આપણા બ્રહ્માંડની સુંદરતા અને એક આશ્ચર્યજનક ઝલક સમાવે છે.
સોશિયલ મીડિયા યુઝર્સે શું કહ્યું?
સોશિયલ મીડિયા યુઝર્સ આ તસવીરને ખૂબ જ ખાસ અને રસપ્રદ ગણાવી રહ્યા છે. આ પોસ્ટ પર હજારો કોમેન્ટ્સ આવી છે, જેમાં તસવીર વિશે વાત કરવામાં આવી છે. આ તસવીર પર આવેલી ટિપ્પણીઓ પણ વાયરલ થઈ રહી છે. નાસા અવારનવાર આ પ્રકારની તસવીરો શેર કરતું રહે છે. નાસાની આ તસવીરને પણ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.