Sudan News: આફ્રિકન દેશ સુદાનનું એક ગામ આવા જ લોહિયાળ સંઘર્ષનું સાક્ષી બન્યું છે, જેને જાણીને તમે ચોંકી જશો. સુદાન અર્ધલશ્કરી જૂથના લડવૈયાઓએ પહેલા એક ગામમાં લૂંટ ચલાવી અને પછી તેને આગ ચાંપી દીધી હતી. આ હુમલામાં 85 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં માસૂમ બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી એપીના જણાવ્યા અનુસાર, સુદાનમાં 18 મહિનાથી ચાલેલા સંઘર્ષમાં આ તાજેતરનો હુમલો છે. અહીં જે પ્રકારની ભયાનકતા કરવામાં આવી છે તે રૂવાંટા ઉભા કરી દે તેવી છે. 


'રેપિડ સપૉર્ટ ફૉર્સ' (RSF)ના લડવૈયાઓ ગલગની નામના ગામમાં જુલાઈથી સતત હુમલો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા સેનાર પ્રાંતના આ ગામમાં લડવૈયાઓ ઘૂસી ગયા હતા અને મહિલાઓ અને બાળકો પર બળજબરીથી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે સ્થાનિક લોકોએ વિરોધ કર્યો ત્યારે નિઃશસ્ત્ર ગ્રામીણો પર ગોળીઓ ચલાવવામાં આવી હતી. સુદાનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ હુમલામાં 150થી વધુ ગ્રામજનો ઘાયલ થયા છે. ગયા વર્ષે એપ્રિલથી આરએસએફના લડવૈયાઓએ દેશભરમાં નરસંહાર અને દુષ્કર્મ જેવા ગુનાઓ કર્યા છે.


લોકોના વિરોધ થવાથી ભાગી ગયા લડવૈયાઓ, પછી પાછો કર્યો હુમલો 
ગામમાં હત્યાકાંડના સાક્ષી બનેલા ત્રણ લોકોએ કહ્યું કે આરએસએફના લડવૈયાઓએ ત્રણ કલાક સુધી હુમલો કર્યો. ઘરો, દુકાનો અને સરકારી કચેરીઓ લૂંટી અને સળગાવી દેવામાં આવી હતી. સ્થાનિક મેડિકલ સેન્ટરમાં કામ કરતા એક હેલ્થકેર વર્કરે કહ્યું કે શરૂઆતમાં થોડી સંખ્યામાં લડવૈયાઓ આવ્યા હતા, પરંતુ પછી જ્યારે લોકોએ વિરોધ કર્યો તો તેઓ પાછા ભાગી ગયા હતા. અન્ય આરોગ્યસંભાળ કાર્યકર્તાએ જણાવ્યું કે થોડા કલાકો પછી, સેંકડો આરએસએફ લડવૈયાઓ ડઝનેક પીકઅપ ટ્રક પર સવાર થઈને ગામમાં પ્રવેશ્યા અને લોકોને માર્યા હતા. આમાં હત્યાકાંડ થયો હતો.


સુદાનમાં વિસ્થાપિત થયા એક કરોડથી વધુ લોકો  
સુદાનમાં ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે. દેશમાં ભૂખમરાની સ્થિતિ પણ ઉભી થઈ છે. અર્ધલશ્કરી દળો અને સેના વચ્ચેના સંઘર્ષ દરમિયાન, મોટી સંખ્યામાં મહિલાઓ પર બળાત્કાર થયો છે અને ચોક્કસ આદિવાસી લોકોનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સુદાનમાં સંઘર્ષને કારણે એક કરોડથી વધુ લોકોએ પોતાના ઘર છોડીને ભાગવું પડ્યું છે. એટલું જ નહીં પરંતુ 20 લાખથી વધુ લોકોએ પોતાનો જીવ બચાવવા માટે પડોશી દેશોમાં શરણ લીધી છે.


આ પણ વાંચો


COVID-19: દક્ષિણ કોરિયામાં કોરોનાએ ફરી ઉથલો માર્યો, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વાયરસની ભરમાર, સતત વધી રહ્યાં છી દર્દીઓ


Taliban: તાલિબાને ઉડાડ્યુ ભારતનું એટેક હેલિકૉપ્ટર, પાકિસ્તાનના ઉડી ગયા હોશ, તસવીરોમાં જુઓ નજારો...


વિચિત્ર કિસ્સો, 20 વર્ષથી હત્યાનો નાસતો-ફરતો આરોપી, પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ અધિકારી બનીને બેઠો હતો, કઇ રીતે પકડાયો, જાણો