અંતરિક્ષમાં બનશે ઇતિહાસ, પહેલીવાર બે મહિલા એસ્ટ્રોનૉટ એકસાથે કરશે સ્પેસવૉક
abpasmita.in | 06 Oct 2019 10:45 AM (IST)
મહિલા એસ્ટ્રોનૉટ જેસિકા મીર અને ક્રિસ્ટીના કોચ 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર સ્પેસવૉક કરશે.
નવી દિલ્હી: અંતરિક્ષના ઇતિહાસમાં પ્રથમવાર બે મહિલા એસ્ટ્રોનૉટ્સ એકસાથે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર સ્પોસવૉક કરશે. બે મહિલા એસ્ટ્રોનૉટ જેસિકા મીર અને ક્રિસ્ટીના કોચ 21 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન બહાર નીકળી અને સ્પેશ સ્ટેશનની સોલર પેનલમાં લગાવેલી લિથિયમ ઑયન બેટરી બદલશે. નાસા દ્વારા ઓક્ટોબર મહિનામાં કુલ પાંચ સ્પેસવૉક કરવામાં આવશે, જેમાં સ્પેસવૉક દ્વારા સ્પેસ સ્ટેશન પર હાજર 6 અંતરિક્ષ યાત્રીઓ બહાર નીકળી સ્પેશ સ્ટેશનનું સમારકામ કરશે. આ તમામ ઓક્ટોબરમાં અલગ અલગ તારીખે સ્પેશવોક કરશે. આ સિવાય પાંચ સ્પેસવૉક નવેમ્બર અને ડિસેમ્બરમાં રાખવામાં આવી છે.