નવી દિલ્હીઃ તાઇવાનમાં ગૂગલ સ્ટ્રીટ વ્યૂ કેમેરામાંથી ક્લિક કરેલી તસવીરોમાં પહાડો વચ્ચે એક સૂમસામ રસ્તા પર એક કપલ આપતિજનક ન્યૂડ અવસ્થામાં જોવા મળી રહ્યુ છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ પેદા થયો છે. તસવીરોમાં જોવા મળી રહ્યું છે કે આ કપલ પોતાની કારની બોનટ પર રોમાન્સ કરી રહ્યું છે. આ ફોટોમાં બંન્ને પુરી રીતે ન્યૂડ છે. આ તસવીરોને સૌ પ્રથમ એક સોશિયલ મીડિયા યુઝરે જોઇ હતી.
વેબસાઇટ ડેઇલી મેલના અહેવાલ અનુસાર, આ પ્રકારની તસવીરો જોયા બાદ તે સોશિયલ મીડિયા યુઝરનું કહેવું છે કે મે કેટલાક પ્રાણીઓને જોવા માટેગૂગલ પર નજર નાખી હતી પરંતુ મને આ જોવા મળ્યુ હતું. તેણે કહ્યું કે, આ આશ્વર્યજનક દશ્ય હતું. એ યુઝર્સે એ પણ કહ્યું કે, ગૂગલ મેપ અત્યાર સુધીની સૌથી મોટી શોધ છે અને આ ભગવાનથી પણ મોટી છે.
વાસ્તવમાં 2018માં પણ ગૂગલ પર આ પ્રકારની તસવીરો સામે આવી હતી. ત્યારે ગૂગલે ન્યૂડિટીને રોકવાની વાત કરી હતી અને આ માટે આખી સિસ્ટમમાં ફેરફાર કરવાની વાત કરી હતી. પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ ફરીથી તેને લઇને વિવાદ ઉભો થયો છે. જોકે, રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મામલા પર ગૂગલે સ્પષ્ટતા આપી હતી. ગૂગલ પ્રવક્તાને ટાંકીને કહ્યું કે, અશ્લીલ સામગ્રી પ્રતિબંધિત છે. એટલા માટે તેને હટાવી લેવામાં આવી છે. જોકે, તેમ છતાં કપલની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.