International Space Station: નાસાના અવકાશયાત્રીઓને મોટી સફળતા મળી છે. હવે તેઓ અવકાશયાત્રીઓને પૃથ્વીથી હજારો-લાખો કિલોમીટર દૂર અંતરીક્ષમાં પાણીની સમસ્યા સામે ઝઝુમવુ નહીં પડે. નાસાની આ શોધ બાદ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 98 ટકા પાણી પુનઃસ્થાપિત કરી શકાશે છે. આ મોટી સફળતા બાદ હવે અવકાશયાત્રીઓ માટે ISSમાં રહીને કામ કરવું સરળ બનશે. નાસાના અવકાશયાત્રીઓએ પાક ઉગાડવામાં પણ સફળતા મેળવી છે.


અમેરિકાની જાણીતી અવકાશી સંસ્થા નાસાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે, ISSમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ લગાવવાના પ્રયાસો ચાલુ છે. પાણી, હવા અને ખોરાક જેવી વસ્તુઓને કેવી રીતે રિસ્ટોર અથવા તો રિસાયકલ કરવી તે અંગે પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સ્પેસ સ્ટેશનમાં એન્વાયર્નમેન્ટલ કંટ્રોલ એન્ડ લાઈફ સપોર્ટ સિસ્ટમ (ECLSS)છે, જેની મદદથી હવે 98 ટકા પાણી રિસ્ટોર કરી શકાય છે. ક્રૂ મેમ્બર્સના પેશાબ અને પરસેવાથી પાણી બનાવી શકાશે. ECLSS હાર્ડવેરનું સંયોજન જે પાણીની રિકવરી માટે પણ કામ કરે છે.


કેવી રીતે પેશાબ અને પરસેવામાંથી બને છે પાણી? 


ઉદાહરણ તરીકે વોટર રિકવરી સિસ્ટમ ગંદા પાણીનો સંગ્રહ કરે છે અને તેને વોટર પ્રોસેસર એસેમ્બલી (WPA)ને મોકલે છે. જેનાથીઅવકાશયાત્રીઓને પીવાલાયક પાણી મળે છે. નાસાના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રૂ મેમ્બર્સ શ્વાસ લે છે અને પરસેવો આવે છે ત્યારે તે કેબિનમાં ભેજ ઉભો કરે છે. વોટર રિકવરી સિસ્ટમ તે દરમિયાન ડિહ્યુમિડિફાયરનો ઉપયોગ કરે છે અને આ ભેજને શોષી લે છે. એવી જ રીતે યૂરીન પ્રોસેસર એસેમ્બલીની મદદથી પેશાબમાંથી પણ પીવાલાયક પાણી બનાવવામાં મદદ મળી શકે છે.


હવે ISSમાં ઉગાડી શકાશે પાકો


નાસાના અવકાશયાત્રીઓએ ત્રણ વર્ષ પહેલા સ્પેસ સ્ટેશનમાં પાક ઉગાડવામાં સફળતા મેળવી હતી. તેના પર વર્ષો સુધી સંશોધન ચાલ્યું અને પછી કેટ રુબિન્સ નામની અવકાશયાત્રીને આ સંશોધનમાં સફળતા મળી. વૈજ્ઞાનિકોએ અહીં પાકની લણણી પણ કરી છે. બાહ્ય અવકાશમાં પાણી, ખોરાક જેવી વસ્તુઓ મોકલવી એ ખર્ચાળ સોદો માનવામાં આવે છે. જેના કારણે અવકાશયાત્રીઓને ચંદ્ર અને મંગળ પર જવા માટે પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અવકાશયાત્રીઓએ રિસોર્સિસ મેનેજમેન્ટ, રિસાયક્લિંગ અને રિસ્ટોર અને રીજનરેશન પર સંપૂર્ણપણે આધાર રાખવો પડે છે. પરંતુ બંને શોધથી ખર્ચ પણ ઘટશે અને પ્રવાસ પણ રસળ બની રહે તેવી શક્યતા છે. 


https://t.me/abpasmitaofficial