કાશ્મીરીઓને આપતા રહીશું સમર્થન, દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે: નવાઝ
abpasmita.in | 10 Oct 2016 03:38 PM (IST)
ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે એક વાર ફરી હિઝબુલ મુઝાહિદીનને ઠાર મરાયા પછી આતંકી બુરહાન વાનીને ‘ફ્રીડમ ફાઈટર’ કરાર આપ્યો છે અને કહ્યું કે તેને કાશ્મીરના સમર્થનથી દુનિયાની કોઈ તાકાત રોકી શકે નહીં. પાર્ટીની બેઠકમાં નવાઝ શરીફે કાશ્મીર મુદ્દા પર કહ્યું કે પાકિસ્તાન કાશ્મીરિઓની લડાઈને સમર્થન કરતું રહેશે અને ભારતના પીએમ ગુલત સમજે છે કે આતંકવાદ સાથે આઝાદીની લડાઈનો મુકાબલો કરવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે 11 જુલાઈએ હિઝબુલ મુઝાહિદીનનો કમાંડર આતંકી બુરહાન વાની ઠાર મરાયા હતો, જેના પછી જમ્મુ-કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી અને લગભગ બે મહીના સુધી સૂબેમાં સ્થિતિ કથળી હતી, પરંતુ નવાઝ શરીફના આ પ્રકારના નિવેદન પાછળ ઉરી હુમલા પછી ચારેબાજુ ઘેરાવાની મજબૂરી છે. તેની સાથે નવાઝ શરીફે કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો આવ્યો છે. કરાંચી ઑપરેશનના સકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના વડાપ્રધાનનું કહેવું છે કે દેશની અર્થવ્યવસ્થા મજબૂત થઈ છે અને વિજળીના ઘટાડાના મુદ્દાને હલ કરવામાં રાત દિવસ કોશિશ કરવામાં આવી રહી છે. 2018 સુધી લોડશેડિંગ પર કાબૂ મેળવી લેવામાં આવશે.