ઉલ્લેખનીય છે કે બલૂચી રાષ્ટ્રવાદી પોતાના અધિકારો માટે ત્યાં સંઘર્ષ કરી રહ્યા છે. બલૂચિસ્તાન પ્રાકૃતિક સંસાઘનોથી માલામાલ છે. ત્યાં યૂરેનિયમ, પેટ્રોલ, પ્રાકૃતિક ગેસ, તાંબુ અને અન્ય ઘાતુઓનો ભંડાર છે. પાકિસ્તાનનો કુલ પ્રાકૃતિક ગેસનો એક તૃતિયાંશ ભાગ અહીંથી નિકળે છે. સુઈના સ્થાન પર જે ગેસ પેદા થાય છે તેની આપૂર્તિ પુરા પાકિસ્તાનમાં થાય છે. પરંતુ પ્રાપ્ત રૉયલ્ટીનો થોડો હિસ્સો જ કેંદ્રીય સરકાર બલૂચિસ્તાનને આપે છે.
પાકિસ્તાનની આ નીતિનો બલૂચી રાષ્ટ્રવાદી નેતાઓ વિરોધ કરી રહ્યા છે. બલૂચિયોનું કહેવું છે કે પાક સંવિધાનના 18માં સંશોધન પ્રમાણે તેમને વિશેષ અધિકાર મળેલા છે જ્યારે હકીકતમાં પ્રાકૃતિક સંસાધનો પર કેંદ્રએ અધિકાર જમાવેલો છે. બલૂચિયોનું કહેવું છે કે બલૂચિસ્તાનમાં અધિકાંશ સરકારી કર્મચારી અને ઓફિસર પંજાબ સાથે સંબંધ ધરાવે છે, જેના લીધે બલૂચિયોંને નોકરી નથી મળી રહી..