ઉલ્લેખનીય છે કે, આ વિધેયક નેપાળ સંસદના બન્ને સદનો, પ્રતિનિધિ સભા અને રાષ્ટ્રીય સભામાં સર્વ સમ્મતિથી પાસ કરવામાં આવ્યું. આજે ઉચ્ચ સદનમાં પાસ કરવામાં આવ્યું અને તેના થોડાક જ કલાકોમાં નેપાળના રાષ્ટ્રપતિએ તેને મંજૂરી આપી દીધી છે.
ભારતીય વિદેશ મંત્રાયે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભારત સરકાર પહેલેથી જ આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. ભારત સરકારના સૂત્રોએ પહેલા જ આરોપ લગાવ્યો હતો કે, નેપાળ આવું ચીનના ઉશ્કેરવા પર કરી રહ્યું છે.
આ પહેલા ભારત નવા નેપાળી નક્શાને નકારી ચૂક્યું છે અને કહ્યું હતું કે, નેપાળ સરકારના દાવામાં ન તો ઐતિહાસિક પુરાવા છે ન તો કોઈ તથ્યાત્મક આધાર છે.