America Road Accident: અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં એક મોટો અકસ્માત થયો છે. એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને ત્યાં ઉભેલા લોકો પર ફરી વળી. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે અને 30 લોકો ઘાયલ થયા છે. સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે ન્યૂ ઓર્લિયન્સમાં બનેલી આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.


ન્યૂઝ એજન્સી એપી અનુસાર, પોલીસે બુધવારે (01 જાન્યુઆરી, 2025) જણાવ્યું હતું કે શહેરના પ્રખ્યાત બોર્બોન સ્ટ્રીટ વિસ્તારમાં એક ટ્રક લોકોના ગ્રુપમાં ઘૂસી ગઈ હતી અને તેમને કચડી નાખ્યા હતા. આ મોટી દુર્ઘટના અંગે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અકસ્માતમાં અનેક  લોકોના મોત થયા છે.


ટ્રક ભીડમાં ઘુસી ગઈ


જો પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો, એક ટ્રક ભીડમાં ઘૂસી ગઈ અને ડ્રાઇવરે વાહનમાંથી બહાર આવીને ફાયરિંગ શરૂ કરી દીધુ, જેના જવાબમાં પોલીસે પણ ગોળીબાર કર્યો. ન્યૂ ઓર્લિયન્સની કટોકટી તૈયારી એજન્સીએ આ ઘટના અંગે પહેલાથી જ ચેતવણી આપી હતી અને લોકોને તે વિસ્તારથી દૂર રહેવા કહ્યું હતું. નોંધનીય છે કે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.


સીબીએસ ન્યૂઝ દ્વારા પોલીસ વિભાગના પ્રવક્તાને ટાંકવામાં આવ્યું હતું, પ્રારંભિક અહેવાલો દર્શાવે છે કે એક વાહને લોકોની ભીડને ટક્કર મારી. ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે ચોક્કસ માહિતી નથી, પરંતુ કેટલાક લોકોના મોતના અહેવાલ છે. આ ઘટના નવા વર્ષના દિવસની શરૂઆતના કલાકોમાં બની હતી, જ્યારે ફેમસ પ્રવાસી ડેસ્ટિનેશન સામાન્ય રીતે પ્રવૃત્તિથી ધમધમતું હોય છે.






ગવર્નર જેફ લેન્ડ્રીએ આ હુમલા અંગે જણાવ્યું હતું


લ્યુઇસિયાનાના ગવર્નર જેફ લેન્ડ્રીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, આજે સવારે બોર્બોન સ્ટ્રીટ પર હિંસાનું ભયંકર કૃત્ય થયું. તેમણે લોકોને તે વિસ્તારથી દૂર રહેવા વિનંતી કરી હતી જ્યાં હુમલો થયો હતો.


આ પણ વાંચો...


New Year 2025: કોન્ડોમથી લઈને દ્રાક્ષ સુધી,નવા વર્ષની રાત્રે ભારતમાં લોકોએ જાણો શું શું કર્યું ઓર્ડર