વેલિંગ્ટનઃ ન્યૂઝીલેન્ડના રાજધાની વેલિંગ્ટનમાં સોમવારે સવારે 5.6ની તીવ્રતાનો મોટો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. પરંતુ પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન ટસના મસ નહોતા થયા. ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા આર્ડર્ન ખુરશી પર બેઠા રહ્યા અને ટીવી ચેનલ પર લાઇવ ઇન્ટરવ્યૂ ચાલુ રાખ્યો. ભૂકંપ દરિયાન ઈન્ટરવ્યૂ લેતા પત્રકાર રયાન બ્રિજને વચ્ચે રોકીને તેમણે સંસદ પરિસરમાં શું થઈ રહ્યું હશે તે જાવ્યું હતું.

ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રી આર્ડર્ને કહ્યું, રયાન અહીંયા ભૂકંપ આવ્યો છે. આપણને તેના ઝટકા અનુભવાઈ રહ્યા છે. જુઓ, અહીંયા રૂમમાં રહેલી ચીજો હલતી જોઈ શકાય છે. ભૂકંપના ઝટકા અટક્યા બાદ તેમણે પત્રકારને કહ્યું, હવે ભૂકંપ થંભી ગયો છે. આપણે ઠીક છીએ રયાન, હવે લાઇટ હલતી બંધ થઈ ગઈ છે. મને લાગે છે કે આપણે એક મજબૂત બિલ્ડિંગમાં બેઠા છીએ.

ન્યૂઝીલેન્ડ પ્રશાંત મહાસાગરાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત છે. આ કારણે ત્યાં અવારનવાર ભૂકંપ આવવાની સંભાવના રહે છે. તેને અસ્થિર દ્વીપ પણ કહે છે.