દુનિયાના આ દેશોમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો
કોરોના વાયરસ અત્યાર સુધીમાં 188 દેશોમાં પહોંચી ગયો છે. ત્યારે ભારતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે જેના કારણે ભારતમાં પણ સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને એક દિવસ માટે જનતા કર્ફ્યૂની અપીલ કરી છે. જેને લઈને આજે સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યુને લોકોએ સમર્થન પણ આપ્યું હતું. આજે સમગ્ર દેશમાં લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે. આ તમામની વચ્ચે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે તેની પર એક નજર કરીએ....
દિલ્હી, મુંબઈ, કોલકત્તા, નોઈડા, લખનૌઉ, બેંગ્લુરુ સહિતના અન્ય મોટા શહેરોમાં મોલ અને પ્રવાસન સ્થળોએ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ઘણાં રાજ્યોમાં બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે અનેક વિસ્તારમાં ફ્લાઈટો રદ્દ કરી છે. જનતા કર્ફ્યુ હેઠળ દિલ્હીમાં ઓટો ટેક્સી યૂનિયનને જાહેરાત કરી દિલ્હીમા રવિવારે ઓટો-ટેક્સી સેવા બંધ રાખવામાં આવી છે. જ્યારે હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 80ની આસપાસ નવા કેસ સામે આવ્યા છે. આજે સમગ્ર દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 333 થઈ ગઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ ખરાબ છે. ત્યાં અત્યાર સુધીમાં 63 કેસ સામે આવ્યા છે. જેમાં એકનું મોત નિપજ્યું છે. કોરોના વાયરસ 22 રાજ્યોમાં ફેલાયેલો છે.