નોબેલ પુરસ્કાર અંતર્ગત ગોલ્ડ મેડલ, એક કરોડ સ્વીડિશ ક્રોના ( લગભગ 8.27 કરોડ રૂપિયા)ની રકમ આપવામાં આવે છે. સ્વીડિશ ક્રોના સ્વીડનની મુદ્રા છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલના નામ પર આપવામાં આવે છે. આ પહેલા, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક સહિત અનેક ક્ષેત્રોમાં આ વર્ષના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે.
વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની કવિયત્રી લુઈસ ગલ્કને એનાયત કરવામાં આવ્યો છે. આ પહેલા આનુવંશિક રોગો અને કેન્સરના ઉપચારમાં ભવિષ્યમાં મદદ થનારી 'જિનોમ એડિટિંગ'ની એક પદ્ધતિ વિકસિત કરવા માટે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 2020નો નોબેલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિકોને આપવાની બુધવારે જાહેરાત કરાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇમેન્યૂલ શાપેન્તિયે અને જેનિફર એ. ડૉનાને એનાયત કરવામાં આવશે.
આ પહેલાં ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020ના ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બ્લેક હોલને સમજવા માટે કરવામાં આવેલા તેમના ગહન અધ્યયનો પર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની અડધી રકમ વૈજ્ઞાનિક રોજર પેનરોસ અને બાકીની અડધી રકમ સંયુક્ત પણે રેનહાર્ડ જેનજેલ અને અંડ્રિયા ગેજને આપવામાં આવશે.