નવી દિલ્હી: વર્ષ 2020નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અમેરિકાની કવિયત્રી લુઈસ ગલ્કને એનાયત કરવામાં આવ્યો છે.


પુરસ્કારની જાહેરાત કરતા સ્વીડિશ એકેડમીએ ટ્વિટ કરીને કહ્યું કે, સાહિત્યનો નોબેલ પુરસ્કાર લુઈસને તેના વ્યક્તિગત અસ્તિત્વને અવાજ આપતા કાવ્યાત્મક માટે આપવામાં આવ્યો છે. કવિયત્રી લુઈસ યેલ યૂનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર છે. તે સમાજિક મુદ્દા પર પણ ઘણા સક્રીય રહે છે.



આ પહેલા આનુવંશિક રોગો અને કેન્સરના ઉપચારમાં ભવિષ્યમાં મદદ થનારી 'જિનોમ એડિટિંગ'ની એક પદ્ધતિ વિકસિત કરવા માટે રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં 2020નો નોબેલ પુરસ્કાર બે મહિલા વૈજ્ઞાનિકોને આપવાની બુધવારે જાહેરાત કરાઈ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર ઇમેન્યૂલ શાપેન્તિયે અને જેનિફર એ. ડૉનાને એનાયત કરવામાં આવશે. પ્રથમવાર રસાયણ વિજ્ઞાન ક્ષેત્રમાં બે મહિલાઓને એક સાથે આ પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ફ્રાન્સીસી વૈજ્ઞાનિક શોપેંતિયે અને અમેરિકી વૈજ્ઞાનિત જેનિફરે ‘સીઆરઆઈએસપીઆર/સીએએસ9’ નામની એક પદ્ધતિ વિકસિત કરવામાં આવી, જેનો ઉપયોગ જંતુઓ, છોડ અને સુક્ષ્મ જીવોના ડીએનએને સુક્ષ્મતાથી બદલવામાં કરી શકાય છે.
આ પહેલાં ત્રણ વૈજ્ઞાનિકોને વર્ષ 2020ના ફિઝિક્સનો નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ પુરસ્કાર તેમને બ્લેક હોલને સમજવા માટે કરવામાં આવેલા તેમના ગહન અધ્યયનો પર આપવામાં આવ્યો છે. આ પુરસ્કારની અડધી રકમ વૈજ્ઞાનિક રોજર પેનરોસ અને બાકીની અડધી રકમ સંયુક્ત પણે રેનહાર્ડ જેનજેલ અને અંડ્રિયા ગેજને આપવામાં આવશે.