નવી દિલ્હીઃ દુનિયાભરમાં હજુ કોરોનાનો ખતરો ટળ્યો નથી, દિવસે દિવસે આના નવા વેરિએન્ટ સામે આવી રહ્યાં છે, ત્યારે આ બધાની વચ્ચે હવે વધુક એક ખતરનાક વાયરસની એન્ટ્રી થઇ ગઇ છે. યુનાઇટેડ કિંગડમમાં હવે નોરો વાયરસનો ખતરો વધ્યો છે. યુકેએ કોરોના વાયરસના પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. હવે અહીં નોરો વાયરસે કેર મચાવાનો શરૂ કરી દીધો છે, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે (પીએચઇ) તાજેતરમાં નોરોવાયરસના કેસોમાં ઉછાળો આવવાની વાત કહી છે, અને લોકોને ચેતાવણી આપી દીધી છે. 


પીએચઇ અનુસાર, મેના અંતથી પાંચ અઠવાડિયામાં ઇંગ્લેન્ડમાં નોરા વાયરસના 154 કેસો નોંધાયા છે. સ્વાસ્થ્ય નિકાય અનુસાર આ છેલ્લા પાંચ વર્ષો દરમિયાન સમાન અવધિમાં નોરોવાયરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. વધુ ચિંતાના સમાચાર એ છે કે પીએચઇએ શૈક્ષણિક સેટિંગ્સમાં નોરો વાયરસ કેસોમાં વૃદ્ધિની સૂચના સ્પેશ્યલ રીતે નર્સરી અને ચાઇલ્ડ કેર સુવિધાઓમાં આપી છે. 


નોરોવાયરસ શું છે?
રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્ર (સીડીસી) અનુસાર, નોરોવાયરસ અક બહુજ સંક્રમક વાયરસ છે, જે ઉલ્ટી અને દસ્તનુ કારણ બને છે. PHE આને "ચોમાસુ ઉલ્ટી બગ" કહે છે. 


સીડીસી અનુસાર, નોરોવાયરસ બિમારી વાળા લોકો અબજો વાયરસ કણોને વહાવી શકે છે, અને તેમાંથી કેટલાક જ અન્ય લોકોને બિમારી કરી શકે છે. 


કઇ રીતે થાય છે નોરોવાયરસ?
નોરોવાયરસના કેસોમાં આ વધારો ઇંગ્લેન્ડની સાથે સાથે દુનિયાભર માટે પણ ચિંતાનુ કારણ બની શકે છે. જે પહેલાથી જ કૉવિડ-19ના પ્રસાર સામે ઝઝૂમી રહી છે. સીડીસી અનુસાર, કોઇ વ્યક્તિ કોઇપણ સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં આવે, દુષિત ભોજન કે પાણી પીવે અને દુષિત જગ્યાઓને અડકે અને પછી પોતાના ધોયા વિનાના હાથોને મોંમાં નાંખે, તો નોરોવાયરસ થઇ શકે છે. પ્રસાર મોટાભાગ એવો જ છે જેવી રીતે અન્ય વાયરસ માનવ શરીરમાં પ્રવેશ કરે છે.