લંડનઃ દુનિયામાં કોરોના મહામારીની બીજી લહેર હજુ થમી નથી ત્યાં તો વિશ્વના મોટાભાગના દેશોમાં ત્રીજી લહેરે એન્ટ્રી કરી લીધી છે. બ્રિટનમાં ત્રીજી લહેર તબાહી મચાવવાનુ શરૂ કરી દીધી છે. શુક્રવારે 51,870 નવા કેસની સાથે બ્રિટનમાં છેલ્લ 6 મહિનાના સૌથી વધુ કેસ નોંધાતા હાહાકાર મચી ગયો છે, આ નવા કેસોની સાથે જુના તમામ રેકોર્ડ તુટી ગયા છે. હવે  ભારતને પણ ત્રીજી લહેરનો મોટો ખતરો છે. ખાસ વાત છે કે બ્રિટનમાં અત્યાર સુધી લગભગ 80 ટકા વેક્સિનેશનનુ કામ પુરી થઇ ગયુ છે, જ્યારે આમાં 68 ટકા લોકો એવા છે જે પુરેપુરા વેક્સિનેટ થઇ ચૂક્યા છે. શનિવારે સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. દેશમાં બહુ ઝડપથી હાલત બગડી રહ્યાં છે. આને ધ્યાનમાં રાખતા પૂર્વ સ્વાસ્થ્ય મંત્રીએ ચેતાવણી આપી છે કે ફરીથી લૉકડાઉન લગાવવા મજબૂર થવુ પડશે, એટલુ જ નહીં 1200થી વધુ એક્સપર્ટે સરકાર ત્રીજી લહેર અંગે ચેતવી છે અને કહ્યું છે કે લૉકડાઉન કે પાબંદી પુરેપુરી રીતે હટાવવી વધુ ખતરનાક કે અનૈતિક ગણાશે.  


બ્રિટન 19 જુલાઇથી પુરેપુરી રીતે પાબંદીઓને હટાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી ઠીક પહેલા કોરોનાના કેસો જે રીતે વધી રહ્યો છે તેનાથી સરકારની ચિંતા વધી છે. આ બધાની વચ્ચે પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી જેરેમી હન્ટે ચેતાવણી આપી છે કે સરકારને ફરીથી લૉકડાઉન લગાવવા મજબૂર થવુ પડી શકે છે. કૉમન્સ હેલ્થ એન્ડ સોશ્યલ કેર કમિટીના ચેરમેન હન્ટે બીબીસી રેડિયો 4ના એક કાર્યક્રમમાં ત્રીજી લહેરની ભયાનકતાને વર્ણવી છે. તેમને કહ્યું કે, કોરોનાથી હૉસ્પીટલોમાં ભરતી થનારા દર્દીઓની સંખ્યા બે અઠવાડિયામાં બેગણી થઇ રહી છે. સ્થિતિ બહુજ ખતરનાક છે.  


બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેરની પાછળ મુખ્ય રીતે ડેલ્ટા વાયરસ જવાબદાર છે. ત્રીજી લહેર જે રીતે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે,  દુનિયાભરના એક્સપર્ટ બ્રિટિશ સરકારને ચેતવી રહ્યાં છે કે પાબંદીઓ પુરેપુરી હટાવવી યોગ્ય નથી. દુનિયાભરના લગભગ 1200 થી વધુ એક્સપર્ટે લેન્સેન્ટમાં ગયા મહિને પ્રકાશિત તે લેખનુ સમર્થન કર્યુ છે જેમાં તમામ રીતે પાબંદીઓને હટાવવાના બ્રિટનના ફેંસલાને ખતરનાક અને અનૈતિક ગણાવ્યુ છે. જોકે બ્રિટિશ સરકારે લૉકડાઉનને પુરેપુરી રીતે  હટાવવાનો ફેંસલાથી પાછા હટવાના કોઇ સંકેત નથી આપ્યા.  


ઝડપથી વધી રહ્યાં છે કેસો- 
બ્રિટનમાં કોરોનાની ત્રીજી લહેર જે રીતે વધી રહી છે, તે વાતની આશંકા વધી ગઇ છે કે બીજી લહેરની પીકથી પણ વધુ નવા કેસો આવવા લાગ્યા છે. જાન્યુઆરી બીજી લહેર પીક પર હતી. 8 જાન્યુઆરીએ સૌથી વધુ  67,803 નવા કેસ આવ્યા હતા. શુક્રવારે બ્રિટનમાં કોરોનાના 51,870 નવા કેસ સામે આવ્યા હતા. આનાથી પહેલા 15 જાન્યુઆરીને 50 હજારથી વધુ નવા કેસો આવ્યા હતા, એક દિવસમાં 55,553 લોકો સંક્રમિત થયા હતા. 


ભારત માટે ખતરાની ઘંટી- 
બ્રિટનની લગભગ 68 ટકા વસ્તી પુરેપુરી રીતે વેક્સિનેટ થઇ ચૂકી છે. બ્રિટનમાં ડેલ્ટા વાયરસ તબાહી મચાવી રહ્યો છે. બ્રિટનની સાથે સાથે ભારત માટે પણ ખતરો છે. બ્રિટનમાં એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન લગાવવામાં આવી રહી છે. ભારતમાં સૌથી વધુ તે વેક્સિનનો ઉપયોગ થઇ રહ્યો છે જેને પુણે સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા કૉવિશીલ્ડના નામથી બનાવી રહી છે.