North Korean Woman : ઉત્તર કોરિયામાં હવે મહિલાઓને વધુ બાળકો પેદા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર એક સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓને વધુ બાળકોનો બોજ ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે જેથી આ બાળકો બાદમાં દેશની સેનામાં જોડાઈ શકે. આમ કરવાથી મહિલાઓ સરમુખત્યાર કિમ જોંગ ઉન પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરી શકશે. રેડિયો ફ્રી એશિયા અનુસાર જે મહિલાઓ વધુ બાળકોને જન્મ આપે છે તે દેશભક્ત ગણાશે. સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે ગૃહિણીઓ માટે જારી કરાયેલા સંબોધનમાં આ સંદેશ આપવામાં આવ્યો છે. આ સંબોધનનો હેતુ ગૃહિણીઓને તેમની ફરજો વિશે માહિતગાર કરવાનો હતો.
બાળકોને સેનાને સોંપો
ગયા અઠવાડિયે આવા જ એક લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના સૈન્યને સક્રિય સમર્થનના ઉદ્દેશ્ય સાથે આ ભાષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભાષણમાં જ કહેવામાં આવ્યું હતું કે, મહિલાઓ વધુ બાળકો પેદા કરીને અને તેમને દેશની સેનામાં મોકલીને તેમની દેશભક્તિ સાબિત કરી શકશે. આ ભાષણને મહિલાઓ માટે એક સત્તાવાર રીમાઇન્ડર માનવામાં આવી રહ્યું છે જેમાં તેમને પત્ની, વહુ અને માતાની ભૂમિકા વિશે જણાવવામાં આવ્યું હતું. આ સાથે તેમને એ પણ જણાવવામાં આવ્યું છે કે, કેવી રીતે મહિલાઓ પોતાના પતિ અને બાળકોનું સમર્થન કરીને દેશની અર્થવ્યવસ્થામાં યોગદાન આપી શકે છે.
રયાંગયાંગ પ્રાંતમાં આ ભાષણમાં ગર્ભવતી મહિલાઓને દેશભક્તિનો મોટો પુરાવો ગણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિલાઓને દેશભક્ત તરીકે જોવામાં આવી હતી જેમણે તેમના તમામ સાત કે આઠ બાળકોને સૈન્યમાં મોકલ્યા હતા. આ ભાષણમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે, ઉત્તર કોરિયાને કેવી રીતે દેશભક્તિની ભાવનાની જરૂર છે.
મહિલાઓનું સન્માન કર્યું
જે મહિલાઓએ પોતાના બાળકોને સૈન્યમાં મોકલ્યા છે તેમને પણ પ્યોંગયાંગમાં એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા છે. આ ભાષણમાં સરમુખત્યાર કિમ જોંગ ઉનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે, આવી મહિલાઓને નેતા કિમ જોંગ ઉન તરફથી મોટા સૈન્ય કાર્યક્રમોમાં આમંત્રિત કરવામાં આવશે. આ વર્ષે ફેબ્રુઆરીમાં 75માં આર્મી ફાઉન્ડેશન ડેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભક્તોનું બહોળા પ્રમાણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
વધારાના રાશનની સુવિધા
રેડિયો ફ્રી એશિયા અનુસાર, કિમ જોંગ ઉન આ મહિલાઓને મળ્યા હતા અને તેમની સાથે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સ પણ મેળવ્યા હતા. ગયા મહિને જ દેશના સત્તાવાળાઓએ બે કે તેથી વધુ બાળકો ધરાવતા પરિવારોને બે વધારાનું ભોજન પૂરું પાડવાની સુવિધા શરૂ કરી છે. જો કે, કેટલાક લોકોને આ અંગે ફરિયાદો પણ છે. તેઓ કહે છે કે તેમને જે ખોરાક મળી રહ્યો છે તે અપૂરતો છે.