નવી દિલ્હીઃ ઉત્તર કોરિયામાં કોરોના વિસ્ફોટ થયો છે. સરકારી વેબસાઇટ KCNAના અહેવાલ અનુસાર છેલ્લા ચાર દિવસમાં આઠ લાખથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે જ્યારે 42 લોકોના મોત થયા છે. રવિવારે ત્યા 15 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો હતો. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો 8,20,620 પર પહોંચી ગયો છે. જેમાંથી 324,550 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયામાં કોરોનાનો પહેલો કેસ નોંધાયા બાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગુરુવારે ત્યાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ઉત્તર કોરિયા છેલ્લા બે વર્ષથી કહી રહ્યું હતું કે તેમને ત્યાં કોરોનાનો કોઈ કેસ નથી, પરંતુ સ્થિતિ ઘણી ચિંતાજનક બની ગઈ છે.


તાજેતરમાં ઉત્તર કોરિયા તરફથી માહિતી આપવામાં આવી હતી કે એપ્રિલમાં રાજધાની પ્યોંગયાંગમાં કોરોનાનો પ્રકોપ શરૂ થયો હતો. આ પછી 15 અને 25 એપ્રિલના રોજ રાજધાનીમાં મોટા પાયે જાહેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા ન હતા.


અહીં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરમુખત્યાર કિમ જોંગ ઉને તેને મોટી આફત ગણાવી છે. ઉત્તર કોરિયામાં કોરોનાનો વિસ્ફોટ દુનિયા માટે ચિંતાનો વિષય બન્યો છે. કારણ કે અહીં સ્વાસ્થ્ય સુવિધા ખૂબ જ ખરાબ છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો પ્રભાવિત થઈ શકે છે.


નિષ્ણાતો કહે છે કે જો ઉત્તર કોરિયાને તરત જ રસી, દવાઓ અને અન્ય તબીબી સાધનોને સપ્લાય કરવામાં નહી આવે તો મોટી સંખ્યામાં લોકો જીવ ગુમાવી શકે છે. અહીં અમેરિકાએ સહાયતાના આંતરરાષ્ટ્રીય પ્રયાસોને સમર્થન આપ્યું છે પરંતુ ઉત્તર કોરિયાને પોતાની વેક્સિન આપવાની કોઇ યોજના નથી.


Mahindra Scorpio: આ વર્ષે લોન્ચ થનારી મહિન્દ્રા સ્કોર્પિયોની ડિટેલ્સ આવી સામે, જાણો શું શું મળી શકે છે ફીચર્સ


RBI Grade B Admit Card 2022: આરબીઆઈએ ગ્રેડ બી પરીક્ષા માટે જાહેર કર્યા એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ


Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા


IPL: જીત મળતાં જ KKRની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત, જાણો પૉઇન્ટ ટેબલમાં અત્યારે શું છે સ્થિતિ......