સિયોલઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોન્ગ આકરા મૂડમાં આવી ગયા છે. ઉત્તર કોરિયાની સીમા પર તેમના વિરુદ્ધ પ્યોંગયાંગ-વિરોધી પત્રો વહેંચાયા બાદ પોતાના દુશ્મન દેશ દક્ષિણ કોરિયાની સામે મોટી એક્શન લીધી છે. કિમ જોન્ગે દક્ષિણ કોરિયા સાથે સૈન્યા તથા રાજનીતિક સંપર્ક ખતમ કરવાની જાહેરાત કરી દીધી છે. આ માહિતી કોરિયન ન્યૂઝ એજન્સીએ આપી છે.


કોરિયન ન્યૂઝ એજન્સી અનુસાર, ઉત્તર અને દક્ષિણ કોરિયાના અધિકારીઓની વચ્ચે સંપર્ક લાઇને પુરેપુરી રીતે કાપી નાંખવામાં આવશે. 9 જૂન 12 વાગ્યાથી ઉત્તર કોરિયા દ્વારા અંતરકોરિયન સંપર્ક કાર્યાલય અને રાષ્ટ્રપતિ કાર્યાલયોની વચ્ચે હૉટલાઇનને ખતમ કરી દેવામાં આવશે.

થોડાક દિવસો પહેલા ઉત્તર કોરિયાએ સીમા પર તેના વિરુદ્ધ ફૂગ્ગાઓમાં પત્રો-કાગળો મોકલવાથી નારાજગી દર્શાવી હતી, અને પાડોશી દેશની સાથે સંપર્ક કાર્યાલય, સંયુક્ત ફેક્ટરી પાર્ક ે સ્થાયી રીતે બંધ કરવાનો તથા 2018માં થયેલા શાંતિ કરારને સમાપ્ત કરવાની ચેતાવણી પણ આપી હતી. દક્ષિણ કોરિયાએ હજુ ઉત્તર કોરિયાની ચેતાવણી પર કોઇ જ પ્રતિક્રિયા આપી નથી.

શું છે મામલો....
દક્ષિણ કોરિયાએ તાજેતરમાં જ કહ્યું હતુ કે તે ઉત્તર કોરિયાની સાથે ફરીથી તણાવપૂર્ણ થઇ રહેલા સંબંધો બચાવવા માટે દેસ તરફથી ફૂગ્ગાઓથી કાગળો મોકલતા કાર્યકર્તાઓને રોકવા માટે એક નવો કાયદો બનાવશે.

ખરેખર, ઉત્તર કોરિયાથી ભાગીને દક્ષિણ કોરિયા પહોંચેલા લોકો અને કાર્યકર્તા મોટા ફૂગ્ગાઓમાં કાગળો લગાવીને ઉત્તર કોરિયા બાજુ મોકલે છે, જેના પર ઉત્તર કોરિયન નેતા કિમ જોન્ગ ઉનના પરમાણુ કાર્યક્રમો માટે તેમની નિંદા અને દેશમાં માનવાધિકારોના ઉલ્લંઘનનો ઉલ્લેખ હોય છે. કિમ જોન્ગ દ્વારા બોલાવેલી પોલિત બ્યૂરોની બેઠક, બહારના મામલા પર ચર્ચા નહીં.

આ પહેલા કિમ જોન્ગે વર્કર્સ પાર્ટીની એક પોલિત બ્યૂરોની બેઠકની અધ્યક્ષા કરી હતી અને કેમિકલ ઉદ્યોગને વિકસિત કરવાની રીતો પર ચર્ચા કરી હતી. પરંતુ અંતર કોરિયન મુદ્દાઓ અને અન્ય બહારના એજન્ડા સામેલ ન હતા.