કરાચીઃ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લઈને તેમના પર સાપ અને મગરમચ્છ પર ફેંકવાની ધમકી આપનારી પાકિસ્તાની સિંગર રાબી પીરઝાદા એક અલગ જ પ્રકારની મુશ્કેલીમાં પડી ગઈ છે. પાકિસ્તાનના વન્યજીવ વિભાગે ગેરકાનૂની રીતે સાપ અને મગરમચ્છ રાખવા મુદ્દે દંડ ભરવા કહ્યું છે. તેણીએ કલ્પનામાં પણ આવું વિચાર્યુ નહોતું અને દંડની નોટિસ મળતા સમસમી ઉઠી હતી.




પીરઝાદાને લાગતું હતું કે, હું એક મોટું દેશભક્તિનું કામ કરી રહી છું પરંતુ આ કામ ગેરકાનૂની નીકળ્યું અને દંડની નોટિસ ફટકારવામાં આવી. પીરઝાદાએ કહ્યું, સાપ અને મગરમચ્છ મારા નથી અને આવી જ વાતોથી ખબર પડે છે કે અનેક ભારતીયો ગદ્દાર પાકિસ્તાનીઓથી અનેક ગણા સારા છે. જે બાદ તેણે વન્યજીવ વિભાગને ખરીખોટી પણ સંભળાવી હતી.



પાકિસ્તાની પોપ સિંગર રબી પિરજાદાઓ પોતાની બ્યુટિ સલોનમાં વિદેશી પ્રાણીઓને રાખ્યા છે. આ પ્રાણીઓ, સરિસૃપોની સાથે તે ફોટો સોશિયલ મીડિયામાં મુકે છે. પોપ સિંગર રબી પિરજાદા પોતાની સાથે વિવિધ સાપ, મગરમચ્છ રાખે છે. આ વાતને લઈને તેની પર કાર્યવાહી થઈ શકે છે. પાકિસ્તાનના વાઈલ્ડ લાઈફ એક્ટ અનુસાર તેને 2 વર્ષની સજા પણ થઈ શકે છે.  અગાઉ પણ તેને સલમાન ખાનનો વિરોધ કર્યો હતો ત્યારે તે ચર્ચામાં આવી હતી. સાપની સાથે તેણીએ કાશ્મીર મુદ્દે ભારતને ધમકી આપી હતી.




APMCના વેપારીઓને સરકારે આપી મોટી રાહત, એક કરોડથી વધુ રોકડ વ્યવહાર પર 2 ટકા TDSમાંથી મળી મુક્તિ

TVના આ સ્ટાર એક્ટરે પત્નીને કરી લિપલૉક KISS, તસવીર થઈ વાયરલ