Research News: કોઈ પણ રિલેશનશિપ દરમિયાન પાર્ટનર સાથે મતભેદ થવો સામાન્ય વાત છે. પરંતુ તેમાં ક્યારે ભંગાણ પડશે એટલે કે બ્રેકઅપ થશે તેના વિષે કોઈ ભવિષ્ય ભાંખી શકતું નથી. પરંતુ હવે નિષ્ણાતોએ તેનો પણ તોડ શોધી કાઢ્યો છે. નિષ્ણાંતો તમારા બ્રેકઅપના ત્રણ મહિના પહેલા કહી દેશે કે તમારો સંબંધ તૂટવાનો કે બ્રેકઅપ થવાનું છે. 


બ્રેકઅપ વખતે લોકો કઈ ભાષાનો ઉપયોગ કરે છે તેના આધારે આ બાબતની ભવિષ્યવાણી કરવામાં આવશે. એક અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે, બ્રેકઅપના ત્રણ મહિના પહેલા જ ખબર પડી જશે કે આ સંબંધ ખતમ થવા જઈ રહ્યો છે કે કેમ.


ઑસ્ટિન ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ 6,803 યૂઝર્સની 1,027,541 પોસ્ટ્સનું વિશ્લેષણ કર્યું હતું. આ એ યુઝર્સને એટલા માટે પસંદ કરવામાં આવ્યા છે કારણ કે તેઓએ તેમના બ્રેકઅપ પર પોસ્ટ કર્યું હતું, અથવા તેમના સંબંધો સાથે સંબંધિત કંઈક પોસ્ટ કરવાનું યથાવત રાખ્યું હતું. અભ્યાસ દરમિયાન, આ યુઝર્સે તેમની પોસ્ટમાં એવો કોઈ સંકેત આપ્યો મહોતો કે તેમનો સંબંધ તૂટવાનો છે. પરંતુ તેમની પોસ્ટની ભાષા જ દર્શાવતી હતી કે તેના પાર્ટનર સાથે તેના સંબંધો સારા નથી ચાલી રહ્યા. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે ભાષા સંબંધને અસર કરે છે.


સંશોધનમાં દાવો


સંશોધન ટીમે તેમના પરિણામો પ્રોસીડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડેમી ઓફ સાયન્સમાં પ્રકાશિત કર્યા છે. તેમણે બે વર્ષ સુધી આ પદ પર નજર રાખી. જેમાં તેણે બ્રેકઅપ પહેલા, બ્રેકઅપ દરમિયાન અને બ્રેકઅપ બાદની પોસ્ટ્સ જોઈ હતી. તેમને જાણવા મળ્યું કે બ્રેકઅપ પહેલા ભાષામાં બદલાવ આવે છે.


બ્રેકઅપના ત્રણ મહિના પહેલાની વાતચીત સૂચવે છે કે, બાબતો વધુ ખરાબ થવા જઈ રહી છે. આ સાથે આ સંશોધનમાં એ પણ જાણવા મળ્યું હતું કે, યુઝર્સ બ્રેકઅપ બાદ લગભગ 6 મહિના સુધી (સરેરાશ) એકબીજાનો સંપર્ક કરતા નથી.


ટીમે તેમના સંશોધનમાં લખ્યું છે કે, યુઝર્સ બ્રેકઅપના ત્રણ મહિના પહેલાથી જ આઈ શબ્દનો ઉપયોગ વધારી દે છે. તેની સાથે જ તેના શબ્દોમાં ડ્રીપેશન જોવા મળે છે. તેમની પોસ્ટ દરમિયાન, આવા યુઝર્સ એ વ્યક્ત કરવાનું શરૂ કરી દે છે કે તેમને કોઈની જરૂર છે.