કોરોનાની સૌથી વધારે અસર અમેરિકામાં જોવા મળી રહી છે. મહાસત્તામાં વેક્સિનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવા છતાં સંક્રમણના મામલા વધી રહ્યા છે અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે લાખ 51 હજારથી વધારે કેસ અને 2,774 લોકોના મોત થયા છે.
અમેરિકામાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 1 કરોડ 78 લાખને પાર કરી ગઈ છે. જેમાંથી 3 લાખ 20 હજાર લોકોના મોત થયા છે. હાલ અહીં 70 લાખ જેટલા એક્ટિવ કેસ છે. વર્લ્ડોમીટર મુજબ કોરોનાથી બીજા સૌથી વધારે પ્રભાવિત દેશ ભારત છે. પણ અહીં સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે. અહીં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે.
કોરોનાગ્રસ્ત લોકોનો આંકડો બ્રાઝીલમાં 71 લાખ, રશિયામાં 27 લાખ અને ફ્રાંસમાં 24 લાખને વટાવી ગયો છે. આ દેશો અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે. બ્રાઝીલમાં 1,85,687, રશિયામાં 49,762 અને ફ્રાંસમાં 60,229 લોકોના કોરોનાથી મોત થયા છે.
ગુજરાતમાં હજુ પડશે ગાત્રો થીજાવતી ઠંડી, નલિયામાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો