Employee Got 30 lakh Compensation from Boss: ઓફિસમાં બોસનું કર્મચારીઓ પર ગુસ્સે થવું સામાન્ય વાત છે. ઘણી વખત બોસ ગુસ્સામાં સ્ટાફને કંઈક ખોટું કહે છે. નોકરી બચાવવા માટે સ્ટાફ આ બધી બાબતો સહન કરે છે, પરંતુ જરૂરી નથી કે દરેક કર્મચારી આવો જ હોવો જોઈએ. કેટલાક બોસને પણ પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક બ્રિટનમાં થયું હતું.
અહીં બ્રિટન સ્થિત કંપનીમાં કામ કરતા કર્મચારી સાથે ગેરવર્તણૂક બોસને મોંઘી પડી હતી. તેની હેરાનગતિથી પરેશાન કર્મચારીએ ટ્રિબ્યુનલનો સંપર્ક કર્યો હતો. ટ્રિબ્યુનલે બોસને આ કર્મચારીને 30 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
બંને વચ્ચે 2019થી વિવાદ શરૂ થયો હતો
મેટ્રો વેબસાઈટના રિપોર્ટ અનુસાર, આ વિવાદ મે 2019થી શરૂ થયો હતો. એક વ્યક્તિ પેપરવર્ક વિના મિલકતમાં ઘુસી ગયો હતો. તે મિલકતનું ભાડું પણ ચૂકવતો ન હતો. ત્યારબાદ 'સ્ટો બ્રધર્સ' કંપની (એક કંપની જે મિલકતો ખરીદે છે અને વેચે છે) પર મિલકતના મકાનમાલિકને ભાડું ચૂકવવા દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે મામલો વધી ગયો ત્યારે કંપનીના ડાયરેક્ટર એન્ડ્ર્યુ ગૉડે ક્રિસ વિલિયમ્સ નામના કર્મચારીને પેપર વર્ક કરવા કહ્યુંપરંતુ ક્રિસે ના પાડી દીધી હતી.
બોસ ગે હોવા અંગે મારી મજાક ઉડાવતા હતા
ક્રિસના ઇનકારથી બોસ એન્ડ્રુ ગુસ્સે થયો અને તેણે અન્ય સ્ટાફની સામે ક્રિસ વિલિયમ્સનું અપમાન કર્યું હતું. આ પ્રક્રિયા લગભગ એક વર્ષ સુધી ચાલતી રહી. પીડિત કર્મચારીનો આરોપ છે કે તે સમયગાળા દરમિયાન તેના પગારમાં કોઈ વધારો થયો નથી. બોસ ગે હોવાને લઇને તેની મજાક ઉડાવતો હતો.
ટ્રિબ્યુનલે બોસના વર્તનને ખોટું ગણાવ્યું હતું
ક્રિસ બોસ દ્વારા અપમાનિત થતો રહ્યો. 2020 ના અંતમાં વિલિયમ્સના બોસે તેના પર ઓફિસ કમ્પ્યુટરમાંથી ઇમેઇલ્સ ડિલિટ કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટનાક્રમ બાદ ફેબ્રુઆરી 2021માં ક્રિસને પણ નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. હવે પરેશાન થઈને વિલિયમ્સે તેના બોસ વિરુદ્ધ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો.
આ મામલે તાજેતરમાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન ટ્રિબ્યુનલે કંપની દ્વારા સ્ટાફ પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ટ્રિબ્યુનલે વિલિયમ્સ સાથેના બોસના વર્તનને અયોગ્ય ગણાવ્યું હતું. આ કારણોસર બોસ વિરુદ્ધ ચુકાદો આપતા કોર્ટે તેને 30 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.