સ્ટૉકહોલ્મ: અર્થશાસ્ત્ર વિજ્ઞાનના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે અમેરિકામાં વસેલા બ્રિટિશ મૂળને ઓલિવર હાર્ટ અને ફિનલેંડના બેંગટ હૉલ્મટ્રોમને નોબલ પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. આ નોબલ મેમેરિયલ પ્રાઈઝ પણ કહેવામાં આવે છે. ઓલિવર હાર્ટ અને બેંગટ હૉલ્મસ્ટ્રોમને તેમના કાંટ્રેક્ટ થ્યોરીમાં મુખ્ય યોગદાન માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. એના પહેલા વર્ષ 2015માં એંગસ ડીટૉનને ઈકૉનોમિક સાયન્સમાં નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.


તેના પહેલા નોબલ પુરસ્કાર ઔષધિ, ભૌતિકી, રસાયન વિજ્ઞાનની સાથે સાથે છેલ્લા સપ્તાહે નોબલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. નોબલ પુરસ્કારની અંતિમ જાહેરાત ગુરુવારે સાહિત્ય ક્ષેત્રમાં સારું યોગદાન આપનાર નામની સાથે સંપન્ન થશે.

પ્રત્યેક પુરસ્કાર 8 મિલિયન ક્રોનોર એટલે કે લગભગ 9,30,000 ડૉલરનું છે. પુરસ્કારનું વિતરણ 10 ડિસેમ્બરે કરવામાં આવે છે. 10 ડિસેમ્બર 1896ના દિવસે નોબલ પુરસ્કારના સંસ્થાપક અલ્ફ્રેડ નોબલનુ નિધન થયું હતું. વર્ષ 1969માં પહેલી વખત અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર રૉયલ સ્વીડિશ એકેડમી ઓફ સાઈંસેંજ તરફથી ડચ અને નોર્વેના અર્થશાસ્ત્રી જેન ટિન્બર્ઝન અને રંગનાર ફ્રિસ્ચને આપવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ પુરસ્કાર 48 વખત 1969થી લઈને વર્ષ 2016 સુધી 78 અર્થશાસ્ત્રના વિસ્તારમાં વિદ્વાનોને આપવામાં આવ્યું છે.