Covid New Variant: કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમીક્રોને વિશ્વભરમાં ફફડાટ ફેલાવ્યો છે. ભારતમાં પણ આ વાયરસનું સંક્રમણ રોકવા માટે શક્ય દરેક કોશિશ કરવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાથી શરૂ થયેલો આ વેરિયન્ટ વિશ્વના અનેક દેશોમાં પહોંચી ચુક્યો છે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.


ઓમિક્રોનના કયા દેશમાં કેટલા નોંધાયા કેસ



  • ઓસ્ટ્રેલિયાઃ 6 કેસ

  • ઓસ્ટ્રિયાઃ 1 કેસ

  • બ્રાઝિલઃ 1 કેસ

  • બેલ્જિયમઃ 1 કેસ

  • બોત્સવાનાઃ 19 કેસ

  • કેનેડાઃ 3 કેસ

  • ચેક રિપબ્લિકઃ 1 કેસ

  • ડેનમાર્કઃ 2 કેસ

  • ફ્રાંસઃ 1 કેસ

  • જર્મનીઃ 4 કેસ

  • હોંગકોંગઃ 3 કેસ

  • ઇઝરાયલઃ 2 કેસ

  • ઇટાલીઃ 4 કેસ

  • જાપાનઃ 1 કેસ

  • નેધરલેન્ડઃ 14 કેસ

  • પોર્ટુગલઃ 13 કેસ

  • સાઉથ આફ્રિકાઃ 77 કેસ

  • સ્પેનઃ 1 કેસ

  • સ્વિડનઃ 1 કેસ

  • યુનાઈટેડ કિંગડમઃ 14 કેસ


ભારતમાં તબાહી મચાવી શકે છે Omicron ! જાણો WHO ના વૈજ્ઞાનિકે શું કહ્યું


WHOના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું, કોવિડ 19નો નવો વેરિઅન્ટ ઓમિક્રોન ભારતમાં કોવિડ પ્રોટોકોલના યોગ્ય વ્યવહાર માટે ચેતવણી રૂપ છે. એનડીટીવી સાથે વાત કરતાં તેમણે શક્ય તમામ સાવધાની રાખવા અને માસ્કનો ઉપયોગ કરતા રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એમ પણ કહ્યું, તમારા ખિસ્સામાં વેક્સિન રાખેલી છે, જે વિશેષ રીતે ઈનડોર સેટિંગ્સમાં વધારે પ્રભાવી છે.  સ્વામીનાથને કહ્યું, આ વેરિયંટ ડેલ્ટાની તુલનમાં વધારે સંક્રામક હોઈ શકે છે. જોકે હાલ તેના વિશે સત્તાવાર રીતે કંઈ ન કહી શકાય. આપણને થોડા દિવસોમાં તેના સ્ટ્રેન અંગે જાણવા મળશે. સ્વામીનાથને કહ્યું, નવા કોવિડ વેરિયંટની વિશેષતા ઓળખવા આપણે વધારે સ્ટડી કરવાની જરૂર છે.