Railway Viral Video: કલ્પનાની દુનિયા અને વાસ્તવિકતા વચ્ચે આસમાન જમીનનું અંતર હોય છે. પરંતુ ક્યારેક કેટલીક કલ્પના હકીકતમાં બદલાઈ જાય ત્યારે જાણે કે કોઈ સપનું સાકાર થયું હોય તેવું પ્રતિત થાય છે. કંઈક આવું જ તાજેતરમાં સામે આવેલા એક વીડિયો બાદ અનુંભવાય છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોને જોઈને ઘણા યુઝર્સ સપનું સાકાર થયા સમાન ઘટના ગણી રહ્યાં છે. કેટલાક માટે તો આ ઘટના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોવાનું જણાવી રહ્યાં છે.
સામે આવેલા વીડિયોમાં એક ટ્રેન ફૂટબોલના મેદાન વચ્ચેથી પસાર થતી જોવા મળે છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે, જ્યારે આ ટ્રેન મેદાનમાંથી પસાર થઈ રહી હતી ત્યારે ખેલાડી બિંદાસ્ત બની ફૂટબોલ રમી રહ્યાં હતાં. ખેલાડીઓ માટે આ વાત કંઈ નવી ના હોય તેમ તેમણે કોઈ જ વિક્ષેપ વિના પોતાની રમત યથાવત રાખી હતી. જ્યારે સ્ટેંડમાં બેસીને મેચ નિહાળી રહેલા લોકો માટે જાણે આ નવો અનુંભવ હોય તેમના આનંદનો પાર રહ્યો નહોતો. લોકોએ ઉભા થઈને તાળીઓના ગડગડાટ સાથે આ ઘટનાને વધાવી લીધી હતી. સ્ટેડિયમમાં બેઠેલા લોકોએ ટ્રેનના ડ્રાઈવરને પણ ચીયર કર્યું હતું.
વાયરલ થઈ રહેલા આ વીડિયોને ટ્વિટર પર નરેંદ્ર સિંહ નામના એક યૂઝરે શેર કર્યો છે. તેમાં યૂઝર્સ એક એવા વીડિયોને નિહાળે છે જેને જોયા બાદ તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ પડે છે. વીડિયોમાં ફૂટબોલના સ્ટેડિયમ વચ્ચેથી ટ્રેનને પસાર થતી જોવા મળે છે. વીડિયોના કેપ્સનમાં જણાવવામાં આવ્યું છે કે, આ નજારો સ્લોવાકિયા નામના દેશની નેરો ગેજ રેલવેનો છે. જે દુનિયાની એકમાત્ર એવી રેલવે છે જે એક ફૂટબોલ સ્ટેડિયમની વચ્ચે થઈને પસાર થાય છે. .
નેરો ગેજ રેલવેએ સૌકોઈને ચોંકાવ્યા
સ્લોવાકિયામાં વર્ષ 1898માં ફોરેસ્ટ રેલવે માટે એક યોજનાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ નેરોગેજર રેલવેનું નિર્માણકાર્ય 1908માં શરૂ કરવામાં આવેલુ. વર્ષ 1909માં આ રેલવે લાઈન પર નિયમિત રૂપે લાકડા લાવવા લઈ જવાનું કામ Čierny Balog અને Hronec વચ્ચે શરૂકરવામાં આવેલું
20મી સદીના મધ્ય ભાગ સુધીમાં નેરો ગેજ રેલવેની કુલ કંબાઈ 13,197 કિલોમીટર હતી જે ઘટીને હવે માત્ર 17 કિલોમીટર રહી ગઈ છે. આ રેલવે લાઈન દુનિયાની એકમાત્ર એવી રેલવે લાઈન છે જે ફૂટબોલ સ્ટેડિયમમાંથી પસાર થાય છે. આ રેલવે લાઈન ટીજે ટાટ્રાન સિએરની બાગોલ ક્લબ સાથે સંકળાયેલા સ્ટેડિયમમાં એક ગ્રેંડસ્ટેંડ સામેથી પસાર થાય છે. આ ઘટનાનો નજારો જોવા મોટી સંખ્યામાં દર્શકો આવે છે.