બીજિંગઃ ચીનમાં ફરી એક વખત કોરોના વાયરસે ઉથલો માર્યો છે. આ વખતે વુહાન શહેર નહીં પરંતુ હાર્બિન શહેરમાં વાયરસ જોવા મળ્યો છે. ચીનની રાજધાની બીજિંગથી 1240 કિલોમટીર દૂર રહેલ હાર્બિન શહેરમાં 70 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.


હાર્બિન ચીનના  બેલોન્ગજિયાંગ પ્રાંતની રાજધાની છે, વસ્તી અંદાજે 1 કરોડ છે. 53 લાખ 523 વર્ગ કિલોમીટર વિસ્તારમાં રહેલ આ મેગા સિટીમાં 131 જિલ્લા, 107 બ્લોક, 62 ટાઉનશિપ અને 1 હજાર 879 (ઉનાસી) ગામડા છે. આકારમાં હાર્બિન હિંદુસ્તાનની રાજધાની દિલ્હીથી 36 ગણું મોટું છે. 70 કેસ સામે આવ્યા બાદ ચીનની સરકારે હાર્બિન શહેરને લોકડાઉન કર્યું છે.

હાર્બિનમાં જે 70 લોકો સંક્રમિત મળી આવ્યા છે તેમના સંબંધિઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે. કોન્ટેક્ટ ટ્રેસિંગ માટે અનેક લોકોની ટીમ બનાવવામાં આવી છે. હાર્બિનમાં માત્ર એ લોકોને જ બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે જેણે કોરોના એપ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરી છે અને જે સંક્રમિત નથી.

ચીનના અધિકારીઓનો દાવો છે કે હાર્બિનમાં કોરોના ફેલાવવાનું કારણ ન્યૂયોર્કથી પરત ફરેલા વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓમાં કોરોનાના લક્ષણ મળી આવ્યા બાદ જ્યારે તેમના સંપર્ક અને આસપાસના ચાર હજાર લોકોની તપાસ કરવામાં આવી તો 70 પોજિટિવ કેસ મળી આવ્યા.

આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે ચીનની કમ્યુનિસ્ટ સરકારે વુહાનમાં કોરોનાના માત્ર બે દર્દી હોવાનો દાવો કર્યો છે. ચીને એ પણ દાવો કર્યો છે કે તેને ત્યાં છેલ્લા આઠ દિવસમાં કોરોનાને કારણે કોઈનું મોત નથી થયું. હવે હાર્બિનમાં કોરોના ફેલાવાનો ખુલાસાથી ચીનના દાવાની પોલ ખુલી રહી છે.