નવી દિલ્હીઃ જીવલેણ કોરોના વાયરસ માણસ બાદ હવે જાનવરોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યું છે. વિશ્વમાં કોરોનાની સૌથી મોટા પ્રકોપનો સામનો કરીરહેલ અમેરિકામાં જાનવરો પણ કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. અમેરિકામાં ન્યૂયોર્ક શહેરમાં બે બિલાડીઓને કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ પહેલા ન્યૂયોર્કના પ્રાણી સંગ્રહલાયમાં સિંહ અને વાઘને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો.


ન્યૂયોર્કમાં એ બિલાડીઓમાં શ્વાસ સંબંધિત બીમારીઓ છે, હાલમાં હવે તેમની ઝડપથી ઠીક થવાની આશા છે. કહેવાય છે કે, આ બિલાડીઓને પોતાના માલિક અથવા પાડોશમાં લોકોના સંપર્કમાં આવવાથી કોરોના વાયરસ થયો છે.

અમેરિકામાં જાનવરોમાં ક્યાંથી ફેલાયો વાયરસ

ન્યૂયોર્કના બ્રોક્સ પ્રાણી સંગ્રહાલયમાં કેટલાક વાખ અને સિંહને કોરોનાનો ચેપ લાગ્યા બાદ વિશ્વભરમાં અલગ અલગ જગ્યાએ અનેક જાનવરોમાં વાયરસની પુષ્ટિ થઈ છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે, જ્યારે આ વાયરસ માણસમાંથી જાનવમાં જઈ શકે છે તો કોઈ શંકા નથી કે જાનવરોથી મનુષ્યમાં પણ જઈ શકે છે.

જ્યાં સુધી કોઈ જાનવર COVID-19નો ચેપ લાગેલ કોઈ પણ વ્યક્તિના સંપર્કમાં ન આવે અને જાનવરમાં બીમારીના લક્ષણ જોવા મળે છે ત્યાં સુધી પાળતુ જાનવરો માટે કોરોના વાયરસ ટેસ્ટની ભલામણ કરવામાં નથી આવતી.

મોટાભાગના લોકોમાં તાવ, ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓથી કોરોના વાયરસથી લક્ષણની જાણકારી મળે છે. કેટલાક લોકોમાં ખાસ કરીને વયસ્કોમાં નિમોનિયા જેવી ગંભીર બીમારી કોરોનાનું કારણ બની શકે છે.

કહેવાય છે કે, અમેરિકામાં જાનવરોને કોરોના સંક્રમણ થવાની શરૂઆત બ્રોંક્સ પ્રાણી સંગ્રહલાયથી જ થઈ હતી. અહીં નાદિયા નામના વાખને કોઈ વ્યક્તિમાંથી સંક્રમિત થયો હતો. તપાસમાં વાઘ પોઝિટિવ આવ્યો હતો. તેના 11 દિવાસ બાદ બ્રોંક્સ પ્રાણી સંગ્રહાલય સામાન્ય લોકો માટે બંધ કરી દીધું હતું.