અમેરિકામાં એક જ દિવસમાં 150 લોકોના મોત
અમેરિકામાં કોરોના વાયરસથી એક જ દિવસમાં આશરે 10,000 મામલા સામે આવ્યા છે. જ્યાકે 150 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 એપ્રિલ સુધી દેશનું અર્થતંત્ર પાટા પરથી ઉતરી જવાની આશા વ્યક્ત કરી છે. લાખો અમેરિકનો લોકડાઉન થવાથી, નેશનલ ગાર્ડ અને સૈન્ય બળોની અનેક રાજ્યોમાં તૈનાતી છતાં ન્યૂયોર્કમાં ઓછામાં ઓછા 53 લોકોના મોત થયા છે. મંગળવારે 5000 નવા મામલા સામે આવ્યા હતા.
ફ્રાંસમાં 240 લોકોના મોત
ફ્રાંસમાં કોરોના વાયરસતી વધુ 240 લોકોના મોત થયા છે. જેનાથી દેશમાં કોવિડ-19થી મરનારાં લોકની સંખ્યા 1,100 થઈ ગઈ છે. ફ્રાંસમાં 22,300 લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 10,176 લોકો હોસ્પિટલમાં ભરતી છે.
ઈટલીમાં રેકોર્ડ 743 લોકોના મોત
ઈટલીમાં કોરોના વાયરસતી મંગળવારે 743 લોકોના મોત થયા હતા. જેની સાથે બે દિવસમાં મૃતકોના આંકડામાં મહામારી પર કાબૂ મેળવવાની આશાને ઝટકો લાગ્યો છે.
પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 956 થઈ
પાકિસ્તાનમાં કોરોના વાયરસના મામલાની સંખ્યા વધીને 956 થયા બાદ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઘાતક બીમારીનો મુકાબલો કરવા અને વર્તમાન પરિસ્થિતિમાં ગરીબોની મદદ માટે અબજો રૂપિયાના પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી. સરકારે 31 માર્ચ સુધી દેશમાં તમામ ટ્રેનો સ્થગિત કરી દીધી છે.
શ્રીલંકામાં સંક્રમિતોની સંખ્યા 100 પર પહોંચી
શ્રીલંકામાં ચાર નવા મામલા સામે આવ્યા બાદ દેશમાં કોરોના વાયરસતી સંક્રમિતોની સંખ્યા વધીને 100 સુધી પહોંચી ગઈ છે.