એસ્ટ્રાજેનેકાએ કહ્યું કે, કોરોનાની વેક્સીન 90 ટકા અસરકારક હતી, જ્યારે AZD1222નો અડધો ડોઝ આપવામાં આવ્યો. તેના બાદ એક મહિનાની અંદર જ બીજો અડધો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે મહિનામાં જ બીજો ડોઝ આપવામાં આવ્યો ત્યારે 62 ટકા અસરકાર હતી. સંયુક્ત વિશ્લેષણમાં વેક્સીનની 70 ટકાની સરેરાશ અસરકારક છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાને ઑ ક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા સાથે મળીને વિકસિત કરવામાં આવી રહેલી કોરોનાની સંભવિત વેક્સીન માટે ઈમરજન્સી મંજૂરી આપવામાં આવી શકે છે. વેક્સીનની પ્રાઈવેટ માર્કેટમાં કિંમત 500થી 600 રૂપિયની વચ્ચે હોઈ શકે છે. મોટી માત્રામાં ખરીદવા પર સરકારને આ વેક્સીન અડધી કિંમત અથવા 3 થી 4 ડૉલર કે 225 થી 300 રૂપિમાં મળશે. ભારતને જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરુઆતમાં મળવાની સંભાવના થે.
Pfizer, BioNTech, Modernaની વેક્સીન કેટલી અસરકારક
દુનિયાના અનેક દેશો કોરોના વાયરસની વેક્સીનની શોધ પર કામ કરી રહ્યાં છે. એવામાં દવા નિર્માતા કંપનીઓ ફાઝર અને મોર્ડનાની કોરોના વેક્સીનને લઈ ઘણી આશો વ્યક્ત કરાઈ છે. તેમની દવા અસરકારક ગણવામાં આવી રહી છે. સાથે જ ટ્રાયલના અનેક તબક્કામાં સારુ પરિણામ પણ આપ્યું છે. જો કે, ઘણા નિષ્ણાતોએ વેક્સીનની દુનિયામાં વિતરણને લઈ એક નિષ્પક્ષ પ્રણાલીને લઈ ચિંતા વ્યક્ત કરી છે.