Pakistan Political Drama: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડને લઇને પાકિસ્તાનમાં મંગળવારે (14 માર્ચે)થી શરૂ થયેલી બબાલ હજુ પણ યથાવત છે, બુધવારે સવારે પણ ઘર્ષથ જોવા મળ્યું હતુ. લાહોરમાં હજુ પણ તણાવપૂર્ણ સ્થિતિ બનેલી છે. પીટીઆઇ અધ્યક્ષ ઇમરાન ખાનની ધરપકડ કરવા માટે જમાન પાર્ક સ્થિત તેમના નિવાસસ્થાને પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી.
અહીં ઇમરાન ખાનની ધરપડક માટે પાર્ટી સમર્થકો અને પોલીસ ફોર્સની વચ્ચે 14 કલાકથી વધુ સમયથી ગતિરોધ ચાલી રહ્યો છે. હાલમાં પાર્ટી સમર્થકોના હિંસક વિરોધના કારણે ઇમરાન ખાનની ધરપકડ નથી થઇ શકી.
ઇમરાન ખાનને કરવામાં આવ્યા સવાલો -
એકબાજુ જ્યાં તંત્રે ઇમરાન ખાનને અરેસ્ટ કરવા માટે વધુ ફૉર્સની વ્યવસ્થા કરી છે, તો વળી, બીજુબાજુ ઇમરાન ખાનને પોતાના સમર્થકોને જમાન પાર્કમાં ફરીથી ભેગા થવાની અપીલ કરીને વધુ ભીડ ભેગી કરી છે. ઇમરાન ખાને બુધવારે સવારે 4:20 વાગે પોતાના સમર્થકોને સંબંધિત કર્યા અને કહ્યું કે, તેની ધરપકડ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. એક વીડિયો સંદેશથી ઇમરાન ખાને કહ્યું જે રીતે પોલીસે અમારા લોકો પર હુમલો કર્યો છે, તેનું કોઇ ઉદાહરણ નથી. આટલા ઓછા લોકો પર આ રીતનો હુમલો કરવાનું કારણું શું છે.
પોલીસ કાર્યવાહીને ગણાવી લંડન યોજનાનો ભાગ -
ઇમરાન ખાને આરોપ લગાવ્યો છે કે, આ લંડનની યોજનાનો ભાગ છે, અને ઇમરાન ખાનને જેલમાં નાંખો, પીટીઆઇને પાડવા માટે નવાઝ શરીફ વિરુદ્ધ તમામ કેસોને ખતમ કરવા માટે અહીં એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
બીજો શહેરોમાં પણ રસ્તાં પર ઉતર્યા સમર્થકો -
રિપોર્ટ અનુસાર, પોલીસ તરફથી પીટીઆઇ સમર્થકો પર બળ પ્રયોગ કર્યા બાદ ઇમરાન ખાનની અપીલ બાદ અને સપોર્ટર ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી ગયા છે. ઇસ્લામાબાદ, પેશાવર, કરાંચ, રાવલપિંડી અને અન્ય શહેરોમાં પણ જોરદાર વિરોધ પ્રદર્શન શરૂ થઇ ગયુ છે.