યુક્રેન યુદ્ધને લઈને રશિયા અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને એક મોટા સમાચાર આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર બ્લેક સીમાં રશિયન જેટ અને અમેરિકન ડ્રોન વચ્ચે ટક્કર થઇ હતી. આ માહિતી અમેરિકી સેનાએ આપી છે. સીએનએન અનુસાર, એક રશિયન ફાઇટર જેટે અમેરિકન એરફોર્સના ડ્રોનને ટક્કર મારી હતી અને તેને બ્લેક સીમાં ડૂબાડી દીધું હતું.





મંગળવારે બ્લેક સી પર રશિયન જેટ અને અમેરિકન MQ-9 રીપર ડ્રોન સામસામે આવી ગયા હતા. સીએનએન દરમિયાન, રશિયન જેટે અમેરિકન ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું હતું.


આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકાનું રીપર ડ્રોન અને રશિયાના બે ફાઇટર SU-27 બ્લેક સી ઉપરની  આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચક્કર લગાવી રહ્યા હતા. સીએનએનએ અમેરિકન અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે આ દરમિયાન એક રશિયન જેટ જાણી જોઈને અમેરિકન ડ્રોનની સામે આવ્યું અને જેટમાંથી તેલ નીકળવાનું શરૂ થયું હતું. દરમિયાન એક જેટે ડ્રોનના પ્રોપેલરને નુકસાન પહોંચાડ્યું હતું. આ પ્રોપેલર ડ્રોનની પાછળ જોડાયેલ હતું. પ્રોપેલરને નુકસાન થતાં અમેરિકન દળોને ડ્રોનને બ્લેક સીમાં ડમ્પ કરવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે પ્રોપેલર ડ્રોનના પંખા જેવું છે, જ્યારે તેની બ્લેડ ફરે છે, ત્યારે તેનાથી થ્રસ્ટ બને છે અને ડ્રોનને ઉડવામાં મદદ કરે છે. બ્લેક સી એ પાણીનો વિસ્તાર છે જેની સરહદો રશિયા અને યુક્રેન સાથે મળે છે. યુક્રેન યુદ્ધના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી આ ક્ષેત્રમાં સૈન્ય તણાવ છે.


નોંધનીય છે કે યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયન અને અમેરિકન વિમાનો બ્લેક સી પર ઉડતા રહે છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના યુદ્ધ વિમાનો એક બીજાની સામે આવી ગયા છે અને આવી સ્થિતિ સામે આવી છે.


આ ઘટના પર યુએસ એરફોર્સે આકરી પ્રતિક્રિયા આપી છે. યુએસ એરફોર્સે કહ્યું છે કે બે રશિયન Su-27 એરક્રાફ્ટે યુએસ એરફોર્સના સર્વેલન્સ અને જાસૂસી માનવરહિત MQ-9 ડ્રોનને અસુરક્ષિત અને બિનવ્યાવસાયિક રીતે અટકાવ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે અમેરિકન ડ્રોન આંતરરાષ્ટ્રીય સરહદની અંદર ઉડી રહ્યું હતું. અમેરિકી સેનાએ કહ્યું કે રશિયન સેનાની આ આક્રમક હરકતો ખતરનાક છે અને તેનાથી બંને દેશો વચ્ચે ઘર્ષણ ખૂબ વધી શકે છે.