બાલાકોટ એર સ્ટ્રાઇક પર ફિલ્મ બનાવવાની જાહેરાતથી PAK આર્મીને લાગ્યા મરચા, કહી આ વાત
abpasmita.in | 16 Dec 2019 08:40 PM (IST)
પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી અડ્ડા પર ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર બનનારી ફિલ્મથી પાકિસ્તાનની સેના અકળાઈ છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરીને ભારતીય ફિલ્મકારો પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો છે.
નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે તેનો બદલો લેવા માટે બાલાકોટ એરસ્ટ્રાઇક કરી હતી. ભારતે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં ધમધમતા આતંકના અડ્ડાઓનો નાશ કર્યો હતો. પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી અડ્ડા પર ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઇક પર બનનારી ફિલ્મથી પાકિસ્તાનની સેના અકળાઈ છે. પાકિસ્તાનની સેનાના પ્રવક્તાએ ટ્વિટ કરીને ભારતીય ફિલ્મકારો પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો છે. બોલિવૂડ ફિલ્મકાર સંજય લીલા ભણસાલી અને ભૂષણ કુમારે ફેબ્રુઆરી મહિનામાં પાકિસ્તાનના બાલાકોટ સ્થિત આતંકી અડ્ડાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. ભારતની સર્જિકલ સ્ટ્રાઇકમાં મોટી સંખ્યામાં આતંકીઓ ઠાર થયા હતા. ભારતીય ફિલ્મકારોએ ફિલ્મની જાહેરાત કરતાં લખ્યું હતું કે, આવો દેશની ધરતીના સપૂતો પ્રત્યે આપણી શ્રદ્ધાને વ્યક્ત કરીએ. નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક અભિષેક કપૂરની ફિલ્મ બાલાકોટ એરસ્ટ્રાઇક પર આધારિત છે. જે ભારતીય વાયુસેનાની ઉપલબ્ધિઓની સ્ટોરી કહે છે. આ વાત પાકિસ્તાની સેનાના પ્રવક્ત મેજર જનરલ આસિફ ગફૂરને પસંદ નથી આવી. તેમણે ફિલ્મ સાથે સંકળાયેલી એક લિંક સાથે ટ્વિટ કરીને લખ્યું, સૈનિક તરીકે અભિનંદન, પણ હું પૂરા આદર સાથે કહેવા માંગીશ કે ભારત તેના સપના બોલિવૂડ ફિલ્મો દ્વારા જ પૂરા કરી શકે છે. બોલિવૂડ એક્ટર વિવેક ઓબરોયે પણ વિંગ કમાંડર અભિનંદન પર આધારિત ફિલ્મ ‘બાલાકોટ-ધ ટ્રૂ સ્ટોરી’ બનાવવાની જાહેરાત કરી છે. બિન સચિવાલય કલાર્કની પરીક્ષા રદ, આરોપી પરીક્ષાર્થી કેટલા વર્ષ નહીં આપી શકે પરીક્ષા, જાણો વિગત સુરતઃ ડમ્પરે મોપેડને મારી ટક્કર, બે પિતરાઈ ભાઈઓના મોત