પાકિસ્તાનમાં રવિવારે જોરદાર બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.  બાજૌરના ખારમાં રવિવારે જમીયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનમાં  આ બ્લાસ્ટ થયો હતો. જે લોકો ઘાયલ થયા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કથિત રીતે બ્લાસ્ટ સંમેલનની અંદર થયો હતો અને સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. આ બ્લાસ્ટમાં 35 લોકોના મોત થયા છે, જ્યારે 150થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમાંથી ઘણાની હાલત નાજુક છે, જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે.






જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, જમિયત ઉલેમા-એ-ઇસ્લામ-ફઝલ (JUI-F)ના કાર્યકર્તા સંમેલનને નિશાન બનાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ JUI-Fની બેઠકને નિશાન બનાવીને બ્લાસ્ટ કર્યો હતો. અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.  ઘાયલોને ઘટનાસ્થળેથી હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. 


બ્લાસ્ટ બાદ વીડિયો વાયરલ


બ્લાસ્ટ પછીના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. જેમાં આગ જોઈ શકાય છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છે. JUIFના વરિષ્ઠ નેતા હાફિઝ હમદુલ્લાએ પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા સરકારને અપીલ કરી છે કે ઘાયલો માટે તાત્કાલિક તબીબી પગલાં સુનિશ્ચિત કરે.


JUI-Fના નેતાનું પણ અવસાન થયું


જિયો ન્યૂઝે જિલ્લા આપાતકાલિન અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ખાર, બાજૌરમાં કાર્યકર્તા સંમેલનમાં વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોમાં એક સ્થાનિક JUI-F નેતાનો પણ સમાવેશ થાય છે. મૃતક નેતાની ઓળખ ઝિયાઉલ્લા જાન તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે તિમરગરા અને પેશાવર મોકલવામાં આવી રહ્યા છે.


મૃત્યુઆંક વધી શકે છે


રિપોર્ટ અનુસાર, પોલીસે હજુ સુધી એ વાતની પુષ્ટિ કરી નથી કે વિસ્ફોટ કેવી રીતે થયો. પોલીસ હજુ પણ આ મામલે તપાસ કરી રહી છે. કથિત રીતે વિસ્ફોટ કોન્ફરન્સની અંદર થયો હતો એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે. રેસ્ક્યુ 1122ના પ્રવક્તા બિલાલ ફૈઝીએ જિયો ન્યૂઝને જણાવ્યું છે કે 5 એમ્બ્યુલન્સની મદદથી અત્યાર સુધીમાં લગભગ 150 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. કુલ 150 લોકો ઘાયલ થયા છે. તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.