ઈસ્લામાબાદ: પાકિસ્તાને ચાઈનીઝ એપ TikTok ને બ્લોક કરી દિધુ છે. આ પહેલા ભારત અને અમેરિકા જેવા દેશ ટિક-ટોક પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. પાકિસ્તાનના ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીને અનૈતિક, અભદ્ર અને અશ્લીલ સામગ્રીની મોટા પાયે ફરિયાદ મળ્યા બાદ થોડા દિવસો પહેલા ચીનના ટિકટોક એપને ચેતવણી આપી હતી.


ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ કહ્યું કે સમાજના ઘણા વર્ગો તરફથી મળેલી ફરિયાદના આધાર પર PTAએ વીડિયો શેરિંગ એપને બ્લોક કરવાનો આદેશ જાહેર કર્યો છે.



ઓથોરિટીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આ પ્લેટફોર્મની સામગ્રીની સમાજ અને ખાસ કરી યુવાઓ પર ખૂબ જ નકારાત્મક અસર પડી શકે છે.