Pakistan Economy Crisis: દેવાળીયુ થવાની કગાર પર ઉભા રહેલા પાકિસ્તાનને ચીને શુક્રવારે (24 ફેબ્રુઆરી)એ રાહતના સમાચાર આપ્યા. ખરેખરમાં લૉન માટે અનેક દેશોમાં ભટક્યા બાદ પાકિસ્તાનને ક્યાંયથી પણ મદદ ન હતી મળી રહી. આ બધાની વચ્ચે શુક્રવારે અચાનક ચીને તેના પર પોતાની બિમાર અર્થવ્યવસ્થાને ઠીક કરવા માટે 70 કરોડ અમેરિકન ડૉલરની મદદ કરી દીધી. આ મદદ એવા સમયે આવી છે, જ્યારે તેને તેની સૌથી વધુ જરૂર છે. 


પાકિસ્તાનના નાણાંમંત્રી ઇશાક ડાર, જેને આ અઠવાડિયે શરૂઆતમાં જાહેરાત કરી હતી કે પાકિસ્તાન ચીનમાં પાસેથી મદદની આશા રાખી રહ્યુ છે, શુ્ક્રવારે ઇશાક ડારે સોશ્યલ મીડિયા પર આ વાતની પુષ્ટી કરતા બતાવ્યુ કે ચીને 70 કરોડ અમેરિકન ડૉલર આપી દીધા છે. 


ચીનને બતાવ્યુ સાચો દોસ્ત  - 
ડારે ટ્વીટ દ્વારા બતાવ્યુ કે, "સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાનને ચાઇના ડેવલપમેન્ટ બેન્ક પાસેથી આજે 70 કરોડ ડૉલરનું ફન્ડ મળ્યુ છે. આ મદદ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પોતાના આ "વિશેષ મિત્ર"ના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે. તેમને આગળ લખ્યું- ચીન પાકિસ્તાનનો સહયોગી દેશ છે, અમે બધા આઇએમએફ કરારની રાહ જોઇ રહ્યાં હતા, પરંતુ તે પહેલા ચીને મદદ કરીને સાબિત કરી દીધુ કે તે પાકિસ્તાનનું સાચુ દોસ્ત છે. આ વાતોને ક્યારેય નહીં ભુલાવી શકાતી.  


 


Pakistan Crisis: કંગાળ પાકિસ્તાનની હજુ કથડી શકે છે સ્થિતિ, જાણો નિષ્ણાતોએ કેમ આપી ચેતાવણી


Pakistan Crisis:પાકિસ્તાનના લોકો પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે સરકાર અને IMF વચ્ચે નવો ટેક્સ લગાવવા માટે સમજૂતી થઈ છે, જે અંતર્ગત 170 અબજ રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવશે.


પાકિસ્તાન અત્યારે સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આનો સામનો કરવા માટે, તેને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) તરફથી બેલઆઉટ પેકેજની સખત જરૂર છે, પરંતુ તે હજી સુધી ઉપલબ્ધ નથી. તાજેતરમાં જ IMFની ટીમ પાકિસ્તાનની મુલાકાતે હતી, પરંતુ કંઈ પણ બોલ્યા વગર પરત ફરી હતી. હવે એવા સમાચાર છે કે પહેલાથી જ આર્થિક સંકટનો સામનો કરી રહેલા લોકોનું લોહી ચૂસવાની તૈયારી કરવામાં આવી છે. પાકિસ્તાન ટૂંક સમયમાં ટેક્સ વધારવા જઈ રહ્યું છે.


કિસ્તાનના નાણામંત્રી ઇશાક ડારે શુક્રવારે (10 ફેબ્રુઆરી) ટેક્સ વધારવાનો સંકેત આપ્યો હતો. ઈમરાન ખાન પર દેશને આર્થિક બરબાદીમાં ધકેલી દેવાનો આરોપ લગાવતા ઈશાક ડારે કહ્યું કે, આ બાબતોને ઠીક કરવી જરૂરી છે. આ સુધારાઓ પીડાદાયક છે, પરંતુ જરૂરી છે.


પાકિસ્તાનના નાણામંત્રી IMF સાથેના કરારો અંગે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યું કે સરકાર 170 અબજ રૂપિયાનો નવો ટેક્સ લગાવવાની તૈયારી કરી રહી છે.