Jammu Kashmir Election 2024: પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી પર નજર રાખી રહ્યું છે. પાકિસ્તાનને આશા છે કે કાશ્મીરમાં કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવામાં આવશે. જિયો ન્યૂઝ સાથે વાત કરતા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે  જમ્મુ કાશ્મીરમાં કલમ 370 અને 35એને ફરીથી લાગુ કરવા માટે પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ ગઠબંધનના વિચાર સમાન છે.






જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાને લઇને કોંગ્રેસ આ વખતે મૌન છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં પણ આનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ ગઈ કાલે રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની વાત કરી હતી.


કાશ્મીર ચૂંટણીમાં કલમ 370 ચૂંટણીનો મુદ્દો બન્યો છે


પાકિસ્તાની પત્રકાર હામિદ મીરે સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને તેમના કાર્યક્રમ દરમિયાન કહ્યું કે 'શેખ અબ્દુલ્લા અને નેહરુએ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 અને 35A નક્કી કરી હતી. હવે આ બંને પક્ષો ચૂંટણીમાં કહી રહ્યા છે કે જો તેમની સરકાર બનશે તો તેઓ કલમ 370 અને 35A ફરીથી લાગુ કરશે. શું તમને લાગે છે કે આ શક્ય છે? આ પ્રશ્નનો જવાબ આપતાં પાકિસ્તાની મંત્રીએ કહ્યું, 'સંભવ છે કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ બંનેની જમ્મુ-કાશ્મીરમાં નોંધપાત્ર હાજરી છે. આશા છે કે તેઓ સત્તામાં આવશે. તેઓએ તેને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો છે.


કાશ્મીરને લઈને પાકિસ્તાન શું ઈચ્છે છે?


હામિદ મીરના અન્ય એક સવાલના જવાબમાં પાકિસ્તાની મંત્રીએ કહ્યું કે કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાને લઇને પાકિસ્તાન અને નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસ ગઠબંધન એક જ પેજ પર છે. ખ્વાજાએ કહ્યું કે પાકિસ્તાન હંમેશાથી કાશ્મીરનો દરજ્જો ફરીથી લાગુ કરવાની માંગ કરતું રહ્યું છે


ઓમર અબ્દુલ્લા 370 મુદ્દે કોંગ્રેસથી અલગ થયા


હાલમાં જમ્મુ-કાશ્મીરમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં ક્યાંય પણ કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાની કોઇ માંગ નથી. હાલમાં કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી છે. બીજી તરફ, કોંગ્રેસની સહયોગી નેશનલ કોન્ફરન્સ પાર્ટી કલમ 370 અને 35Aને ફરીથી લાગુ કરવાનો અવાજ ઉઠાવી રહી છે. ભાજપના નેતાઓ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે.


One Nation One Election: મોદી કેબિનેટે વન નેશન-વન ઈલેક્શનને આપી મંજૂરી, બિલ શિયાળુ સત્રમાં રજૂ થશે