લદાખ સરહદ પાસે ફાઇટર પ્લેન તૈનાત કરી રહ્યુ છે પાકિસ્તાનઃ રિપોર્ટ
abpasmita.in | 12 Aug 2019 09:32 PM (IST)
આ સૈન્ય સામાન પાકિસ્તાનના ફાઇટર પ્લેનના સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ હોઇ શકે છે. આ ઇક્વિપમેન્ટ્સને લઇ જવા માટે પાકિસ્તાને પોતાના સી-130 એરક્રાફ્ટ્સનો ઉપયોગ કર્યો છે.
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવ્યા બાદથી ભારત અને પાકિસ્તાનમાં તણાવ છે. આ વચ્ચે એવા રિપોર્ટ આવી રહ્યા છે કે પાકિસ્તાની સૈન્ય પોતાના હથિયારો અને સૈન્ય સામાનને લદાખની સરહદ પાસે પોતાના સૈન્ય અડ્ડાઓ પર એકઠા કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ સૈન્ય સામાન પાકિસ્તાનના ફાઇટર પ્લેનના સપોર્ટ ઇક્વિપમેન્ટ્સ હોઇ શકે છે. આ ઇક્વિપમેન્ટ્સને લઇ જવા માટે પાકિસ્તાને પોતાના સી-130 એરક્રાફ્ટ્સનો ઉપયોગ કર્યો છે. સરકારી સૂત્રોએ ન્યૂઝ એજન્સી એએનઆઇએ કહ્યું કે, લદાખ કેન્દ્રશાસિત પ્રદેશની નજીક આવેલા સ્કર્દૂ એરબેઝ પર શનિવારે પાકિસ્તાની એરફોર્સના ત્રણ સી-130 એરક્રાફ્ટનો કેટલોક સામાન લઇને પહોંચ્યા હતા. ભારતીય એજન્સીઓ સરહદની આસપાસ પાકિસ્તાનની ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની એરફોર્સ પોતાના JF-17 ફાઇટર પ્લેનને સ્કર્દૂ એરફિલ્ડ પાસે તૈનાત કરી શકે છે. ભારતીય જાસૂસી એજન્સીઓ એરફોર્સ અને સૈન્યની સાથે મળીને પાકિસ્તાનની એરફોર્સના મૂવમેન્ટ્સ પર નજીકની નજર રાખી રહી છે પાકિસ્તાન સી-130 માલવાહક વિમાનના એક જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યું છે. આ વિમાન અમેરિકાએ વર્ષો અગાઉ પાકિસ્તાનને આપ્યુ હતું. સૂત્રોના મતે પાકિસ્તાન એરફોર્સ એક સૈન્ય અભ્યાસ કરવા માંગે છે.